મધર્સ ડે સ્પેશિયલ - વન્ય પ્રાણીઓની પાલક માતા એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર - ગીરના જંગલો
ગીર જંગલમાં બીટ ગાર્ડ તરીકે સેવામાં જોડાયેલા અને હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા રસીલા વાઢેર પણ જંગલમાં એક અનોખી રીતે માતાની સમકક્ષ કામ કરી રહી છે. માતાથી વિખૂટા પડેલા સિંહ કે, દીપડાના બચ્ચાને રસીલા વાઢેર ખુબ સાર સંભાળ રાખે છે. કેટલાક કિસ્સામાં સિંહણ અને દીપડીનું મોત થતાં કેટલાક બચ્ચા અનાથ થઈ જાય છે, આવા પ્રત્યેક બચ્ચાની સાર સંભાળ રસીલા વાઢેર રાખે છે અને સાચા અર્થમાં એક વન્ય પ્રાણીની પાલક માતા તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.
- મધર્સ ડેની ઉજવણી વચ્ચે ગીર જંગલના વન્ય પ્રાણીઓની પાલક માતા તરીકે ફરજ બજાવી રહ્યા છે રસીલા વાઢેર
- ગત કેટલાક વર્ષોથી જંગલમાં માતાથી વિખુટા પડેલા સિંહ અને દીપડાના બચ્ચાની કરી રહ્યા છે સાર સંભાળ
- વન્ય પ્રાણીના બચ્ચા માટે પાલક માતાની ફરજ અદા કરીને તેમનો ઉછેર થાય તે માટે રસીલા કરી રહ્યા છે કામ
જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી થઈ રહી છે, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં માતાનું શું મહત્વ હોઇ શકે? તેમજ માતાનું શું મહત્વ હોવું જોઈએ? પ્રત્યેક વ્યક્તિના ઘડતર અને સંસ્કાર સિંચન માટે એક માતા અનિવાર્ય હોય છે. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં માતાની ફરજ અન્ય વ્યક્તિઓ નિભાવતા જોવા મળે છે. આવા આદર્શ સુવિચારોનું સ્થાપન પ્રત્યેક વ્યક્તિમાં થાય, તે માટે સમગ્ર વિશ્વમાં મે મહિના બીજા રવિવારે વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો - મધર્સ ડેઃ મમ્મીને કહેજો થેન્ક યુ…
મહિલા અધિકારી વન્ય પ્રાણીઓના બચ્ચા માટે પાલક માતાનું કામ બખૂબી નીભાવી રહ્યા છે
મધર્સ ડેની ઉજવણી વચ્ચે ગીરના જંગલોમાં વન વિભાગમાં કામ કરતાં મહિલા અધિકારી વન્ય પ્રાણીઓના બચ્ચા માટે પાલક માતાનું કામ પણ ગત કેટલાય વર્ષોથી બખૂબી નીભાવી રહ્યા છે. વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે સેવામાં જોડાયા બાદ આજે રોજ ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરી રહેલા રસીલા વાઢેર ગત કેટલાય વર્ષોથી અનેક સિંહ-દીપડા સહિત વન્ય પ્રાણીઓની પાલક માતાનો ખૂબ જ મુશ્કેલ કામ ગંભીરતા સમજીને બાહોશીથી કરી રહ્યા છે.
આ પણ વાંચો - વર્લ્ડ મધર્સ ડે : નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
રસીલા માટે હિંસક વન્યપ્રાણીઓની વચ્ચે પણ બખૂબીથી પોતાની ફરજ વન વિભાગમાં નિભાવી રહ્યા છે
રસીલા વાઢેર વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ અને ખાસ કરીને સિંહ અને દીપડા વચ્ચે કેટલાક કિસ્સાઓમાં ખૂબ જ હિંસક અથડામણો પણ જંગલ વિસ્તારમાં સર્જાતી રહે છે. જેમાં પણ મહિલા વન્ય અધિકારી જંગલમાં ખૂબ જ બાહોશીથી આજે પણ કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક કિસ્સામાં જંગલમાં થતી પ્રાણીઓ વચ્ચેની હિંસક અથડામણમાં કેટલાક કિસ્સાઓમાં સિંહણ અને દીપડીનું મોત થતું હોય છે. આવી પરિસ્થિતીમાં માતાની છત્રછાયા ગુમાવનારા સિંહણ અને દીપડીના બચ્ચાંની સારસંભાળ રસીલા વાઢેર પાલક માતા બનીને અનેક વખત નિભાવી ચૂક્યા છે. વધુમાં કેટલાક કિસ્સાઓમાં જંગલ વિસ્તારમાં માતાથી વિખૂટા પડી ગયેલા સિંહ અને દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓના બચ્ચાઓની પણ તેમને ખૂબ જ ગંભીરતાથી દેખભાળ કરે છે અને માતાની જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરીને બચ્ચાનું માતા સાથે મિલન કરાવવામાં પણ સફળ રહે છે.
આ પણ વાંચો - વર્લ્ડ મધર્સ ડે : કોરોના કહેર વચ્ચે સુરતમાં 56 પૉઝિટિવ મહિલાઓની સફળ પ્રસૃતિ
કેટલાક કિસ્સામાં પરિવાર દ્વારા તરછોડાયેલા બચ્ચાની પણ સારવાર અને દેખભાળ રસીલાબેન વાઢેર કરતા રહ્યા છે
જંગલ વિસ્તારમાં આજે પણ અન્ય પ્રાણીઓમાં બચ્ચાને તરછોડી દેવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં બચ્ચા શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ જોવા મળતા કેટલાક વન્ય પ્રાણીઓ તેમના આ દુર્બળ બચ્ચાને પરિવારથી વિખૂટા કરી મૂકે છે, આવું કોઈ પણ વન્ય પ્રાણીનું બચ્ચું રસીલા વાઢેરના ધ્યાનમાં આવે એટલે તેમને તરત જ વન વિભાગના એનીમલ કેર સેન્ટરમાં લાવીને તેની દેખભાળ અને સારવાર સાથે ઉછેર કરવાના કામમાં પણ રસીલા વાઢેર ગત ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો - મધર્સ ડે સ્પેશિયલ - ડો. પારુલ વડગામા પોતાની 9 વર્ષની બાળકીને છોડીને કરી રહી છે કોરોના દર્દીઓ સેવા
વન્ય પ્રાણીઓની પાલક માતા રસીલા વાઢેર
રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે તેમને આજે વન વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ જ્યારે કોઈ પણ અન્ય પ્રાણીના બચ્ચા તેમને નિઃસહાય બિમાર અથવા તો એકલું જોવા મળી આવે, તો તેવી પરિસ્થિતિમાં તેમનો માતૃ પ્રેમ ઉજાગર થાય છે અને જે તે વન્ય પ્રાણીના બચ્ચાની પાલક માતા બનીને તેમનો ઉછેર કઈ રીતે થાય તે દિશામાં તેઓ આજે પણ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો - વર્લ્ડ મધર્સ ડે : નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની