ETV Bharat / state

Junagadh Mango: ભેજ-તડકો, ઠંડી અને ઠાર કેરીની નવી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે - કેરી જૂનાગઢમાં

ભેજ તડકો ઠંડી અને ઠાર કેરીની નવી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે. કારણ કે આ સમયમાં વાતાવરણની અનુકૂળતા અને પ્રતિકૂળતા કેરીના પાકની ગુણવતા અને ઉત્પાદન નક્કી થાય છે. તાઉતે વાવાઝોડા બાદ કેરીના પાકમાં સારી એવી આવક થવાના એંધાણ અત્યારે વર્તાય રહ્યા છે.

Mango Junagadh:ભેજ તડકો ઠંડી અને ઠાર કેરીની નવી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે

author img

By

Published : Feb 23, 2023, 2:10 PM IST

ભેજ તડકો ઠંડી અને ઠાર કેરીની નવી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે

જૂનાગઢ: આગામી કેરીની સીઝનનું ભવિષ્ય ભેજ ઠંડી તડકો અને ઠાર પર આધારિત બનતું જોવા મળશે. આ અભિપ્રાય બાગાયત વિભાગના વડા ડો ડી કે વરુએ આપ્યો છે તેમણે જણાવ્યું છે કે વાતાવરણની પ્રતિકૂળતા અને અનુકૂળતા ઉપર કેરીની સિઝન નિર્ભર રહેતી હોય છે. પ્રતિકૂળ વાતાવરણમાં કેરીના પાકને નુકસાન થાય છે. તો અનુકૂળ સિઝનમાં અપેક્ષા કરતાં વધારે કેરીનો સારો પાક મળતો હોય છે. ત્યારે વર્તમાન સમયમાં અનુકૂળતાઓ જોવા મળે છે. પરંતુ આગામી બે મહિના કેરીના પાક માટે ખૂબ મહત્વના છે. આ સમય દરમિયાન વાતાવરણની અનુકૂળતા અને પ્રતિકૂળતા કેરીના ઉતારા પર ખૂબ જ અસર કરતી જોવા મળશે.

ભવિષ્ય નક્કી કરશે: ગીર પંથકમાં પાકતી અને સમગ્ર વિશ્વમાં સ્વાદ અને સોડમ ની દ્રષ્ટિએ અનમોલ ગણાતી કેસર કેરીનો પાક શરૂ થયો છે. ત્યારે આંબો એ ખૂબ જ સંવેદનશીલ ફળ પાક હોવાને કારણે તેના પર વાતાવરણની તમામ સાનુકૂળ અને પ્રતિકૂળ અસરો પણ ખૂબ જ વધારે જોવા મળતી હોય છે. આગામી દિવસોમાં ઠંડી તડકો ઠાર અને ભેજ કેરીના પાકનો ઉતારો નક્કી કરતા જોવા મળશે.

આ પણ વાંચો Junagadh Crime News : પરદેશમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા બે યુવાનો વતન ફર્યાં, પોલીસ અને ધારાસભ્યએ કરી મદદ

વધારાની શક્યતાઓ: વાતાવરણની અનુકૂળતા જોવા મળે તો ખેડૂતોએ જે અપેક્ષા કૃત વધારાની શક્યતાઓ સેવી છે તેના કરતાં વધારે ઉતારો મળી શકે છે. જો વાતાવરણની પ્રતિકૂળતા સર્જાય તો ખેડૂતોએ જે અપેક્ષા કેરીના ઉતારા ને લઈને રાખી છે. તેમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. વાતાવરણની અનુકૂળતા અને પ્રતિકૂળતા કેરી ના પાક અને તેના ઉતારા પર ખૂબ મોટી અસરો કરતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં કેરીના પાકનું દ્રશ્ય સારું જોવા મળે છે. પરંતુ હજી ઉતારો આવવાને બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે બે મહિના બાદ કેરીના પાકનો કેટલો ઉતારો આવશે. તે કહેવું આજના દિવસે મુશ્કેલ છે. પરંતુ વર્તમાન સમય જે દ્રશ્ય જોવા મળે છે. તે મુજબ વાતાવરણમાં કોઈ અચોક્કસ બદલાવ ન થાય તો કેરીનો પાક સારો રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો Gujarat Weather Today : પાછલા 30 વર્ષના ઇતિહાસને પાછળ છોડતી આજની ગરમી

ઓક્ટોબર મહિનામાં વરસાદ: ગત ચોમાસાના ઓક્ટોબર મહિનામાં 10 તારીખ સુધીમાં કમોસમી વરસાદ થયો હતો. જેને કારણે આંબા ફૂટવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેને કારણે ડિસેમ્બર મહિનામાં આંબામાં મોર આવવો જોઈએ. તે સમયસર ન આવ્યો અને આજના દિવસ સુધી પણ આંબામાં મોર આવવાની પ્રક્રિયા ચાલુ છે. જેને વાતાવરણના ફેરફારની એક સારી અસર તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે આંબામાં મોર ફૂટવાનો સમય ગાળો ડિસેમ્બર મહિના સુધીમાં પૂરો થતો હોય છે. પરંતુ આજના દિવસે પણ આંબામાં મોર આવવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે.

ઠંડીથી થયું નુકસાન: શિયાળા દરમિયાન જે પ્રકારે ઠંડીની શીત લહેરી ફેલાઈ હતી. જેને કારણે ડિસેમ્બર મહિનામાં આવેલા મોરને ખૂબ જ વ્યાપક નુકસાન થયું હતું. મોટાભાગનો મોર કાતિલ ઠંડીની લહેર ને કારણે ખરી પડ્યો હતો. 15મી ડિસેમ્બર બાદ આંબામાં જે મોર આવ્યો છે તે આજે જોવા મળે છે. લખોટી કરતાં મોટી કેરીનું બંધારણ પણ જોવા મળી રહ્યું છે. જો વાતાવરણની પ્રતિકૂળતા ન સર્જાય તો લખોટીના કદ સુધી પહોંચેલી કેરી અંતિમ દિવસ સુધી ટકવાની શકવાની પૂરી શક્યતા છે.

મોર ફૂટવાની પ્રક્રિયા: આ વર્ષે ત્રણ થી ચાર તબક્કામાં મોર ફૂટવાની પ્રક્રિયા જોવા મળી છે. ત્રીજા અને ચોથા તબક્કામાં પણ પુષ્કળ પ્રમાણમાં મોર જોવા મળ્યો. પરંતુ તેમાં ફળ ધારણ થવાની કોઈપણ શક્યતાઓ જોવાતી નથી. મોટે ભાગે જે બીજા તબક્કામાં મોર આવ્યો છે. તેમજ કેરીનું બંધારણ જોવા મળે છે અને તે સમગ્ર સીઝન દરમિયાન જોવા મળશે. તાપમાન વધવાથી કેરી ખરવાની શક્યતા નહિવત જોવાઈ રહી છે. જેને લઈને આજના દિવસે કહી શકાય કે ખેડૂતો માટે કેરીનો પાક ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છે. પરંતુ તેનું ભવિષ્ય આગામી બે મહિના દરમિયાન જોવા મળતા વાતાવરણ અને તાપમાનના બદલાવ પર પણ નિર્ભર કરશે.

પાક અતિ સંવેદનશીલ: કેરીના પાકને ફળ પાકોમાં સૌથી સંવેદનશીલ પાક માનવામાં આવે છે. જેને કારણે વાતાવરણની પ્રતિકૂળ અને સાનુકૂળ અસરો સૌથી વધારે જોવા મળે છે. જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તો લખોટી ના કદ સુધી પહોંચેલી કેરી ની ખરવાની શક્યતા પણ એટલી જ વધી જાય છે. વધુમાં આગામી એક મહિના દરમિયાન ઝાકળ કે પવનનું પ્રમાણ નહીવત રહે અથવા તો તેની અસરો જોવા ન મળે તો આ વર્ષે કેરીના પાકમાં ખૂબ સારું ચિત્ર જોવા મળી શકે છે. પરંતુ આ તમામ સારી અને નઠારી બાબતો વાતાવરણની અનુકૂળતા અને પ્રતિકૂળતા પર નિર્ભર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.