ETV Bharat / state

ઉમેદવાર જાહેર થતાં કોડીનાર કોંગ્રેસમાંથી ધારાસભ્યએ આપ્યું રાજીનામું - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

કોડીનારના વર્તમાન ધારાસભ્ય મોહનભાઈ વાળાની ટિકિટ કાપવાને લઈને કોડીનાર તાલુકા કોંગ્રેસમાં (MLA resigns from Kodinar Congress) હડકંમ મચી ગયો છે. આજે પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ ધિરસિહ બારડની હાજરીમાં તાલુકા કોંગ્રેસના આગેવાનોનું એક સંમેલન મળ્યું હતું. જેમાં વર્તમાન ધારાસભ્ય મોહનભાઈ વાળા અને પૂર્વ ધારાસભ્ય તેમજ પ્રદેશના ડેલીગેટ ધિરસિહ બારડે કોંગ્રેસ માંથી રાજીનામું આપીને રાજકીય સંન્યાસની જાહેરાત કરી છે.

ઉમેદવાર જાહેર થતાં કોડીનાર કોંગ્રેસમાંથી ધારાસભ્યએ આપ્યું રાજીનામું

author img

By

Published : Nov 13, 2022, 8:59 PM IST

જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના અગ્રણીઓએ કોંગ્રેસમાંથી રાજીનામું (MLA resigns from Kodinar Congress) આપતા કોડીનાર તાલુકામાં ભારે હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલો ગઈ કાલે રાત્રે કોંગ્રેસે કોડીનાર બેઠક પરથી મહેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ સર્જાયો છે.

ઉમેદવાર જાહેર થતાં કોડીનાર કોંગ્રેસમાંથી ધારાસભ્યએ આપ્યું રાજીનામું

કોડીનાર કોંગ્રેસમાં અગ્રણીઓના રાજીનામાં: ગઈકાલે રાત્રિના સમયે કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઈને 9 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય મોહનભાઈ વાળાની ટિકિટ કાપીને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાને કોંગ્રેસે કોડીનાર બેઠક પરથી ઉમેદવાર બનાવતા મામલો ગરમાઈ રહ્યો છે. આજે કોડીનાર ખાતે તાલુકા કોંગ્રેસના ડેલિકેટો અને ધારાસભ્ય મોહનભાઈ વાળાની સાથે પૂર્વ ધારાસભ્ય ધિરસિંહ બારડની હાજરીમાં કાર્યકર્તાઓની ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપવાને લઈને વિરોધ જોવા મળ્યો અને પ્રદેશ ડેલીગેટ અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડની સાથે ધારાસભ્ય મોહનભાઈ વાળાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપીને રાજકીય સંન્યાસની જાહેરાત કરી છે. જેને લઈને ચૂંટણીના સમયમાં તાલુકા કોંગ્રેસ કમિટીમાં ભારે હડકંપ મચી ગયો છે

રાજીનામું આપનાર અગ્રણીઓએ આપી જાણકારી: કોંગ્રેસના તમામ હોદ્દાઓ અને સક્રિય કાર્યકર તરીકે રાજીનામું આપવાની જાહેરાત ધિરસિંહ બારડ અને ધારાસભ્ય મોહનભાઈ વાળાએ કરી છે. પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ પર સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી પક્ષને વફાદાર રહેલા અને પક્ષના નિયમ મુજબ વર્તમાન ધારાસભ્યો સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય તે કિસ્સામાં તમામ ધારાસભ્યને ફરીથી કોંગ્રેસ ઉમેદવાર બનાવશે આવું વચન આપવામાં આવ્યું હતું જેનું પાલન થયું નથી. વધુમાં ધિરસિહ બારડે તાલુકા કોંગ્રેસ અને ખાસ કરીને ધારાસભ્ય મોહનભાઈ વાળા (MLA Mohanbhai Wala) વિરુદ્ધ પક્ષને કોઈ ફરિયાદ મળી છે કે કેમ તેને લઈને પણ આજ દિન સુધી કોઈ ખુલાસો કર્યો નથી. માત્ર કેટલાક ચોક્કસ રાજકીય હિતોને ધ્યાને રાખીને વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે.

ધારાસભ્ય મોહનભાઈ વાળાનું રાજીનામું: કોડીનારના વર્તમાન ધારાસભ્ય મોહનભાઈ વાળાએ (MLA Mohanbhai Wala) તેમની જગ્યા પર અન્ય ઉમેદવારની જાહેરાત કરી છે. જેનો તેવો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ પક્ષનો જે નિર્ણય છે તેને માથે ચડાવીને તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મોહનભાઈ વાળા જણાવી રહ્યા છે કે, તેઓ વ્યક્તિગત રીતે કોંગ્રેસ માંથી રાજીનામું આપીને રાજકીય સન્યાસ લઈ રહ્યા છે. તેમની સાથે જોડાયેલા તમામ કાર્યકરોને તેઓ પક્ષ સાથે જોડાઈ રહેવાની અપીલ કરે છે. તેઓ પણ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે, પરંતુ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની આજે તેમણે જાહેરાત કરી છે. બે આગેવાનોએ આજે રાજકીય રીતે ખૂબ મોટો નિર્ણય કર્યો છે જેની કિંમત આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પરિણામોમાં કોડીનાર બેઠક પર કોંગ્રેસને ખૂબ મોટી ચૂકવવી પડશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.