જુનાગઢની ગીરી તળેટીમાં પ્રથમ વખત મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળા પાછળ કરવામાં આવેલો 15 કરોડ જેટલો ખર્ચો હવે મેળાના આયોજન અને રકમની ગેર ઉપયોગ થયો હોવાની શંકાઓ ઊભી કરી રહી છે. જૂનાગઢના મહંત દ્વારા જાહેર માહિતી અધિકારી દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
જૂનાગઢમાં પ્રથમ વખતના કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાધામ વિકાસ બોર્ડ અને જૂનાગઢ મનપાના સંયુક્ત ઉપક્રમે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસના આયોજન પાછળ યાત્રાધામ વિકાસ બોર્ડ રાજ્ય સરકાર અને મનપા દ્વારા ફાળવવામાં આવેલી 15 કરોડ જેટલી રકમનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જે હવે મેળાના આયોજન અને તેના કરવામાં આવેલા ખર્ચ અનેક શંકાઓ ઉભી કરી રહી છે. ભવનાથની તળેટીમાં વસ્ત્રાપથેશ્વર મહાદેવના ગાદીપતિ મુક્તાનંદ બાપુએ સમગ્ર મેળાના આયોજન અને તેમાં થયેલા ખર્ચની વિગતો માંગતા હવે રકમ ડબલ અથવા તો જરૂર કરતા વધુ હોવાના ખુલાસા થઈ રહ્યાં છે.
મુક્તાનંદ બાપુ દ્વારા માગવામાં આવેલી વિગતોમાં મહાનગરપાલિકા દ્વારા જે માહિતી આપવામાં આવી છે. જેમાં મેળા દરમિયાન મંડપ 7 વિસ્તારમાં ને લગતા ચિત્રો કલર કામને લગતી સામગ્રી અને ઉભા કરવા પાછળ અંદાજે 65,64,724 જેટલી રકમનો ખર્ચ થયો હોવાની વિગતો બહાર આવી રહી છે. તો ખર્ચ અંગેની માહિતી માંગનાર મુક્તાનંદ બાપુના મત મુજબ આટલી રકમનો ખર્ચ કરીને મહાનગરપાલિકા તેમની પોતાની માલિકીના સાધનો વસાવી શક્યા હોવાની વાત કરી હતી. જે સાધનો વરસો વરસ યોજાતા શિવરાત્રીનાં મેળામાં ઉપયોગી પણ બની શક્યા હોત. ત્યારે એક જ વર્ષમાં આટલી મોટી રકમ માત્ર માત્ર ભાળા પાછળ ખર્ચીને પ્રજાના અને સરકારના પૈસાને ગેરરીતે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.