- કેશોદ ભાજપના ધાંધિયા
- ભાજપની મિટીંગમાં મીડિયાને કવરેજ માટે આમંત્રણ અપાયું
- બાદમાં મીડિયાને એન્ટ્રી જ ના અપાઇ
જૂનાગઢઃ જિલ્લાના કેશોદ ખાતે મળેલી ભાજપની મિટીંગમાં ભાજપના સ્થાનીક નેતાઓ દ્વારા કવરેજ માટે મીડિયાનેે આમંત્રણ અપાયું હતું. આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મળેલી બેઠકમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયા આવતાં જ મિડિયાને બહાર મોકલી દેવાયા હતા. જેના કારણે મિડિયામાં રોષ ફેલાયો હતો.
ભાજપને મનમાં શું ડર હતો..?
સ્થાનિક ભાજપ દ્વારા આમંત્રણ અપાયા બાદ મીડિયાને કવરેજથી દૂર રાખવાની બાબતે શંકાકુશંકા ફેલાઈ હતી. પ્રશ્ન એ છે કે, મોટા ઉમળકાથી આમંત્રણ અપાયા બાદ નિર્ણય કેમ બદલાયો. શું આવનારી ચૂંટણીઓમાં ઉમેદવારી બાબતે ભાજપમાં જૂથબંધી વકરે તેવી દહેશત છે? મિટીંગમાં એવી કઈ બાબતો હતી કે, તે જાહેર ન કરી શકાય તેવી હતી? મિટીંગમાં જૂથવાદ જાહેર થાય તેવો ડર હતો? એવી કઈ બાબત હતી કે, જે મિડીયા સુધી પહોંચે તો સ્થાનીક ભાજપને નુકશાન થાય? હાલ આવા અસંખ્ય મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે.