ETV Bharat / state

Tomato Price: ટામેટાના બજાર ભાવો ઐતિહાસિક સ્તરે પહોંચતા છૂટક વેપારીએ ટામેટા વેચવાનું કર્યું બંધ - tomatoe price Junagadh

ટામેટાના બજાર ભાવો ઐતિહાસિક સ્તરે પહોંચતા છુટક વેપારીઓએ ટામેટા વહેચવાનુ બંધ કર્યું છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ટમેટાનો ભાવ પ્રતિ એક કિલો 155 થી 160 રૂપિયા નોંધાયો હતો ત્યારે આટલી ઊંચી કિંમતે જથ્થાબંધ બજાર માંથી ખરીદ કરીને છૂટક બજારમાં ટમેટાનુ વેચાણ કરવુ ખૂબ મુશ્કેલ છે 180 થી ₹200 કિલો છૂટક બજારમાં ટમેટાની ખરીદારીને લઈને પણ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જેને કારણે છૂટક બજારમાં શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓએ ટમેટા વહેંચવાનું બંધ કર્યું છે

ટમેટાના બજાર ભાવો ઐતિહાસિક સ્તરે પહોંચતા છૂટક વેપારીએ ટમેટા વેચવાનું કર્યું બંધ

author img

By

Published : Aug 5, 2023, 2:36 PM IST

ટમેટાના બજાર ભાવો ઐતિહાસિક સ્તરે પહોંચતા છૂટક વેપારીએ ટમેટા વેચવાનું કર્યું બંધ

જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આજે ટમેટાની જથ્થાબંધ હરાજી સૌથી ઐતિહાસિક સ્તરે જોવા મળી હતી. આજે ટમેટાની હરાજી દરમિયાન જથ્થાબંધ બજારમાં પ્રતિ એક કિલો ટમેટા 155 થી લઈને 160 રૂપિયા સુધીના બજાર ભાવે વેચ્યાતા જોવા મળ્યા પાછલા વર્ષના તમામ ઇતિહાસ આ વર્ષે ટમેટાના બજાર ભાવ તોડી રહ્યા છે. જેને કારણે ટમેટાની માંગ ઘટતા આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય દિવસો દરમિયાન જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના 100 ક્વિન્ટલ કરતા પણ વધારે ટમેટા આવી રહ્યા હતા. જેમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે અને આજે માત્ર 25 ક્વિન્ટલ ટામેટા ની આવક નોંધાઈ છે. જેની પણ છૂટક વેપારીઓ દ્વારા ખરીદારી કરવા માટે ખૂબ જ આનાકાની થઈ રહી છે.

"ટમેટાના બજાર ભાવ જે રીતે ઐતિહાસિક સ્તરે જોવા મળી રહ્યા છે. તેને કારણે હવે નાના વેપારીઓએ ટામેટા વહેચવાનુ બંધ કર્યું છે. તેની પાછળ ટમેટાના સતત વધી રહેલા બજાર ભાવોની સાથે છૂટક બજારમાં ટમેટાની કિંમત નાના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને ક્યારેય પરવડે તેમ નથી. જેથી છૂટક વેપારીઓ ટમેટા ખરીદીને વહેંચવાનુ બંધ કર્યું છે. જેને કારણે મોટાભાગની શાકભાજીની બજારો માંથી ટમેટા ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યા છે."-- અલ્તાફભાઈ કચ્છી (શાકભાજીના વેપારી)

અગાઉ ટમેટા મામુલી ભાવે વેચાયા: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં આજના દિવસે પ્રતિ એક કિલો ટમેટાના ભાવો બોલાયા છે. તેને ઐતિહાસિક માનવામાં આવે છે અગાઉ વર્ષ 2017 માં જથ્થાબંધ બજારમાં પ્રતિ એક કિલો ટામેટા 80 રૂપિયાથી લઈને 95 રૂપિયા કિલોના ભાવે વેચાયા હતા. તો બીજી તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 05 રૂપિયા પ્રતિ કિલો ટમેટાની હરાજીનું સાક્ષી પણ બન્યું છે. પરંતુ આ વર્ષે જે રીતે જથ્થાબંધ બજાર ભાવોમાં આગ ઝરતી તેજી જોવા મળે છે. જે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી જેની વિપરીત અસરો જથ્થાબંધ બજારની સાથે છૂટક બજાર પર પણ થઈ રહી છે.

"આજે જથ્થાબંધ બજારમાં પ્રતિ એક કિલો ટામેટા 155 થી 160 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે જેને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માટે ઐતિહાસિક માનવામાં આવે છે ગુજરાતમાં વરસાદને કારણે સ્થાનિક આવક બિલકુલ બંધ છે તો બીજી તરફ અન્ય રાજ્યોમાંથી આવતી ટમેટાની આવક એકદમ મર્યાદિત બની છે તેની સામે ટમેટાના બજાર ભાવ ઊંચાઈ રહ્યા છે મહારાષ્ટ્ર તરફથી ટમેટાની આવક શરૂ થાય તો જથ્થાબંધ બજાર કિંમતમાં થોડો ઘણો ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ટામેટાનો ભાવ ઐતિહાસિક સ્તરે જોવા મળે છે" -- હરેશભાઈ ગજેરા (ઇન્સ્પેક્ટર શાકભાજી યાર્ડ)

ડુંગળીના ભાવમાં વધારો: મોંઘવારીના મારનો વધું એકવાર લોકોને સામનો કરવો પડી શકે છે. હવે ટામેટા બાદ ડુંગળીના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. બજારના નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર સુધીમાં ડુંગળીના ભાવમાં અનેકગણો વધારો થઈ શકે છે. તહેવારો નજીક છે અને મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પહેલા ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે. જેના કારણે લોકોના તહેવારો મોંધા થવાના છે.આવનારા દિવસોમાં ખાવાના તેલના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

  1. ટમેટા થયા લાલ, દિલ્હીમાં કિલો દીઠ ભાવ 70 રૂપિયા થયો
  2. ડાંગના શિવારીમાળના ઘાટમાર્ગમાં ટમેટા ભરેલા ટ્રકની પલટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.