ETV Bharat / state

Junagadh News : માણાવદર અને વંથલી તાલુકાના મધ્યાહન ભોજનમાં તુવેરદાળનો જથ્થો થયો પૂર્વવત - મધ્યાહન ભોજન કેન્દ્ર

પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પરંતુ માણાવદર અને વંથલી તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં તુવેરદાળ આપવામાં આવતી નહોતી. જે અંગે તંત્રએ સરકારના ગુણવત્તાના નિયમોનું કારણ આપ્યું હતું. ત્યારે હવે એક મહિના બાદ પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં તુવેરદાળ ફરી પીરસવામાં આવી છે. ત્યારે જાણો કયા કારણે નહોતી મળતી તુવેરદાળ...

મધ્યાહન ભોજનમાં તુવેરદાળનો જથ્થો થયો પૂર્વવત

author img

By

Published : Aug 4, 2023, 10:23 PM IST

જુનાગઢ : પાછલા એક મહિનાથી માણાવદર અને વંથલી તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં તુવેરદાળ આપવામાં આવતી નહોતી. ત્યારે હવે તુવેરદાળનો જથ્થો એક મહિના બાદ ફરી એક વખત પૂર્વવત થયો છે. સરકારે તુવેરદાળના જથ્થાને પ્રમાણિત નહી કરતા તુવેરદાળ મધ્યાહન ભોજનમાં બાળકોને આપવામાં આવતી ન હતી.

ગુણવત્તાના નિયમો : જિલ્લાના માણાવદર અને વંથલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં તુવેરદાળ આપવામાં આવતી ન હતી. જેની પાછળનું કારણ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા અનાજની ગુણવત્તાના નિયમો હતો. તુવેરદાળના જથ્થાને લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં ન આવે ત્યાં સુધી મધ્યાહન ભોજનમાં બાળકોને તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવતો ન હતો. પાછલા એક મહિનાથી તુવેરદાળના લેબોરેટરી રિપોર્ટ આવ્યો નહોતો. પૂરતા પ્રમાણમાં તુવેરદાળ હોવા છતાં પણ તેને મધ્યાહન ભોજનમાં બાળકોને આપવામાં આવતી ન હતી. જે હવે એક મહિના બાદ ફરી એક વખત પૂર્વવત થઈ છે.

માણાવદર અને વંથલી તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રમાં 100% તુવેરદાળનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતી તુવેરદાળ ફાળવી દેવામાં આવી છે. માણાવદરના બે અને વંથલીના પાંચ એમ કુલ સાત સહાયક કેન્દ્રમાં તુવેરદાળ ફાળવી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એ.સી શાખામાંથી તુવેરદાળનો રિપોર્ટ મળ્યા બાદ તમામ મધ્યાહન ભોજન કેન્દ્રમાં તુવેરદાળનો જથ્થો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.-- ડી.એમ. જેઠવા (નાયબ મામલતદાર)

તુવેરદાળનો જથ્થો : માણાવદર અને વંથલી તાલુકાના તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં બાળકોને નિયમિત રીતે તુવેરદાળ આપવામાં આવી રહી હતી. પરંતુ જુલાઈ માસમાં આવેલો તુવેરદાળનો જથ્થો સરકારી ધારાધોરણ અને ગુણવત્તામાં નબળો જણાતા તેને પરત મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ નવો તુવેરદાળનો જથ્થો મોકલી આપવામાં આવ્યો હતો. પરંતુ તેનું લેબોરેટરી પરીક્ષણ એક મહિના સુધી થયું નહોતું. તુવેરદાળ હોવા છતાં પણ મધ્યાહન ભોજન કેન્દ્રમાં તેને ફાળવવામાં આવતી ન હતી. જેને કારણે એક મહિના સુધી મધ્યાહન ભોજન કેન્દ્રોમાં તુવેરદાળ વગર બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

  1. Surat Crime : ઓલપાડના ઇસનપોરમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જોઇ લો તમારા ઘરમાં આ ઘી નથી ને
  2. Bhavnagar News : ભાવનગરની 1 સ્કૂલ પીએમશ્રી યોજનામાં પહોંચી 55માંથી અન્ય એક પણ કેમ સ્થાન પામી નહીં?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.