ETV Bharat / state

Mahashivratri 2022: રવેડીમાં ભાગ લેતા મુખ્ય પાંચ અખાડાઓમાં શિવની પૂજા આજે પણ કરવામાં આવતી નથી,જાણો કેમ - જૂનાગઢ પાંચ અખાડા

ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું(Mahashivratri 2022) આયોજન સદીઓથી થતું આવ્યું છે. જેમાં મુખ્ય પાંચ અખાડાઓ ભાગ લેતા હોય છે. પરંતુ એક પણ અખાડામાં ઇષ્ટદેવ તરીકે ભગવાન શિવને પૂજવામાં આવતાં નથી. જાણો કેમ.

Mahashivratri 2022: રવેડીમાં ભાગ લેતા મુખ્ય પાંચ અખાડાઓમાં શિવની પૂજા આજે પણ કરવામાં આવતી નથી,જાણો કેમ

author img

By

Published : Feb 25, 2022, 4:22 PM IST

જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની ગિરિ તળેટીમાં મહાશિવરાત્રીના (Mahashivratri Melo 2022 )મેળાનું આયોજન થતું હોય છે. શિવરાત્રીની મધ્યરાત્રે પાંચ અખાડાઓ સાથે રવેડી(Mahashivratri 2022) કાઢવામાં આવે છે. આ રવેડીમાં 5 અખાડાના નાગા સંન્યાસીઓ આદી અનાદીકાળથી ભાગ લેતા જોવા મળે છે. ભવનાથમાં યોજાતા આવતા મહાશિવરાત્રી મહોત્સવમાં દરેક અખાડાના ઈષ્ટદેવ તરીકે અલગ-અલગ ભગવાનની પૂજા કરવામાં આવે છે. રવેડીમાં ભાગ લેતા મુખ્ય પાંચ અખાડાઓ પૈકી એક પણ અખાડામાં ઇષ્ટદેવ તરીકે ભગવાન શિવની પૂજા આજે પણ કરવામાં આવતી નથી. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી પૃથ્વી પર સનાતન હિંદુ ધર્મ સ્થાપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મની સ્થાપના અને તેના વિસ્તાર માટે શિવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું ત્યાંથી શિવના પંથ સમાન અખાડાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી.

પાંચ અખાડાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન શિવરાત્રીની મધ્યરાત્રીએ યોજવામાં આવતી રવેડીમાં અખાડા ઓમાં ભાગ લેતા હોય છે. આ અખાડાઓ પૈકી પાંચ અખાડાનું મુખ્ય આકર્ષણ હોય છે. ભવનાથ સ્થિત ઉદાસીન પંચાયતી બડા અખાડા પંચ દશનામ અખાડા પંચ અગ્નિ અખાડા અને પંચ દશનામ જૂના અખાડાનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. ભવનાથ તળેટીના ઉદાસીન પંચાયતી બડા અખાડાના ઇષ્ટદેવ તરીકે ચંદ્ર ભગવાનની પૂજા કરવામાં આવે છે. તો પંચ દશનામ આહવાન અખાડાના ઇષ્ટદેવ તરીકે ગણપતિની પૂજા આજે પણ કરવામાં આવે છે. પંચ અગ્નિ અખાડાના ઈષ્ટદેવ તરીકે મા ગાયત્રીને સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યારે પંચ દશનામ જૂના અખાડાનાં ઇષ્ટદેવ તરીકે ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો મેળો ભવનાથનો સાનિધ્ય અને ગીર તળેટીમાં પાંચ અખાડાઓ આજે પણ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે.

શિવની પૂજા

આ પણ વાંચોઃ Mahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

વિવિધ અખાડાના અલગ-અલગ ઇષ્ટદેવ

ભવનાથ તળેટીમાં આવેલા ઉદાસીન પંચાયતી બડા અખાડાના (Junagadh five arenas )ઇષ્ટદેવ તરીકે ભગવાન ચંદ્રની પૂજા થાય છે. ચંદ્ર દ્વારા તેમની પાસે જે કંઈ પણ હતું તેને દાન કરવામાં માનતા હતાં જેને કારણે તેના અખાડાનું નામ ઉદાસીન પંચાયતી બડા અખાડા રાખવામાં આવ્યું છે. જ્યારે પંચ દશનામ આહવાન અખાડામાં ભગવાન ગણપતિની પૂજા થાય છે. પ્રાચીન સમયમાં અખાડા ઉપર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા આક્રમણોને કારણે અખાડાના સેવકો દ્વારા ભગવાન ગણપતિનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે ગણપતિ સ્વયં પ્રગટ થઈને રક્ષણ કર્યું હતું. જેથી દશનામ આહવાન અખાડાના સેવકો ગણપતિને તેમના ઈષ્ટદેવ તરીકે પૂજા કરી રહ્યાં છે. પંચ અગ્નિ અખાડામાં મા ગાયત્રીને તેમના ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે. બ્રહ્મચર્યની પરંપરાને માનતા પંચ અગ્નિ અખાડાના સેવકો મોટેભાગે બ્રાહ્મણો હોય છે. એક માન્યતા મુજબ બ્રાહ્મણો બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે માટે તેમના ઈષ્ટદેવ તરીકે મા ગાયત્રીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

જૂના અખાડામાં ગુરુ દત્તાત્રેયને ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે

પંચ દશનામ જૂના અખાડાના ઇષ્ટ દેવ તરીકે આદિ ગુરુ દત્તાત્રેય અને આજે પણ પુજવામાં આવે છે અખાડામાં ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકા પૂજનની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ ઉપરાંત ગુરુ દત્તાત્રેય શિવના સૈનિક હોવાને નાતે પણ પંચ દશનામ જૂના અખાડાના સેવકો અને નાગા સંન્યાસીઓ તેમના સમગ્ર દેહ પર ભભૂત લગાવીને 5 દિવસ ભવનાથ તળેટીમાં શિવની આરાધના કરતા જોવા મળે છે. હાલ મહાશિવરાત્રીનું મહાપર્વ શરૂ થયું છે ત્યારે આગામી દિવસોમાં પાંચ અખાડાને વિશિષ્ટ પરંપરા અને તેમના સેવકો અહીં આવીને ભગવાન ભોળાનાથની સાથે તેમના અલગ અલગ ઈષ્ટદેવની પૂજામાં મગ્ન બનતાં પણ જોવા મળશે.
આ પણ વાંચોઃ Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.