- જે માર્ગો લાખોની મેદનીથી ઉભરાતા તે આજે બન્યા સૂમસામ
- કોરોનાને કારણે આ વર્ષે પરિક્રમા રદ્દ કરવામાં આવી
- જ્યાં લાખોની હાજરી જોવા મળતી હતી તે માર્ગો આજે ખાલીખમ
જૂનાગઢ: કોરોના સંક્રમણ કાળમાં પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રાજ્ય સરકારે રદ્દ કરી છે, ત્યારે જે માર્ગો પર ગત વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ જોવા મળતા હતા, તે માર્ગો આજે પરિક્રમાર્થીઓ વિના સુમસામ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે આજ માર્ગો પર જ્યા નજર કરો ત્યાં માત્ર માનવ મહેરામણ સિવાય કશું નજરે પડતું ન હતું ત્યારે આ વર્ષે તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાંના માર્ગો આજે ભાવિકો વિના ખાલીખમ જોવા મળી રહ્યા છે.
પરિક્રમાર્થીઓના નિર્ણયને નાગા સંન્યાસીઓએ પણ વખાણ્યો
કોરોનાને કારણે સરકારે પરિક્રમા રદ્દ કરી છે, ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીની ગંભીરતા સમજીને સરકાર અને પ્રશાસનના નિર્ણયની સાથે પરિક્રમાર્થીઓ જે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે તેને લઈને ભવનાથના નાગા સંન્યાસીઓ પણ પરિક્રમાર્થીઓ ના નિર્ણયને વધાવી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે લોકોએ જે સમજદારી દાખવી છે તે ભૂલી શકાય તેમ નથી આવી વૈશ્વિક મહામારી માં લોકોએ જે ધીરજ અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેને સમગ્ર સાધુ સમાજને નાગા સંન્યાસીઓ પણ આવકારી રહ્યા છે.