કંકાશા ગામમાં વીજ તાર તૂટી ગયા હોવાથી છેલ્લા 48 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ હતી. ગ્રામજનોએ વીજકચેરીમાં કોલ તેની જાણ કરી હતી. ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપી ગ્રામજનોની ફરિયાદ સામે આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે ખેડૂતોને વીજળી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આમ, અનેક રજૂઆતો છતાં વીજ અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હોવાથી સરપંચ સહિત 35 લોકોએ વીજકચેરીનો ઘેરાવ કર્યો હતો. છતાં વીજ અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જ્યાં સુધી વીજ પાવર નહીં આવે ત્યાં સુધી કચેરીમાં જ રહેવાની ચીમકી ઉચ્ચારી છે.