ETV Bharat / state

Junagadh News : જૂનાગઢમાં સેટેલાઈટ જમીન સર્વેમાં એજન્સીની ભૂલોને લઈને ખેડૂતોમાં રોષ, ખેતરના માપ બદલાયા - જૂનાગઢ સેટેલાઈટ જમીન સર્વે

જૂનાગઢ વિસ્તારમાં ખાનગી એજન્સીઓનો જમીન સર્વે મામલે બેદરકારીને લઈને ખેડૂતોની ધીરજ ખૂટી છે. એજન્સીઓ દ્વારા જમીન સર્વેમાં કેટલાક ખેડૂતોને ખાતેદારનું નામ બદલાઈ ગયુ, કેટલાક ખેતરના માપ બદલાય ગયા છે. જોકે, સરકારે આ સર્વે રદ કરવાનો કહીને ફરીથી સર્વે માટે જાણ કરી હતી, પરંતુ લાંબા સમય બાદ પણ ખેડૂતોની સમસ્યાનું સમાધાન માટે ખેડૂતો લેન્ડ રેકર્ડઝ કચેરી ખાતે પહોંચ્યા હતા.

Junagadh News : જૂનાગઢમાં સેટેલાઈટ જમીન સર્વેમાં એજન્સીની ભૂલોને લઈને ખેડૂતો રોષ, ખેતરના માપ બદલાયા

author img

By

Published : Jun 26, 2023, 10:33 PM IST

જૂનાગઢમાં સેટેલાઈટ જમીન સર્વેમાં એજન્સીની ભૂલોને લઈને ખેડૂતો રોષ, ખેતરના માપ બદલાયા

જૂનાગઢ : સરકાર દ્વારા સેટેલાઈટ મારફતે ખેડૂતોની ખેતીલાયક જમીનનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં અનેક વિસંગતતાઓ સામે આવી હતી. જેને કારણે સરકારે જમીનનો સર્વે ફરીથી કરવાની લઈને નિર્ણય કર્યો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢ જિલ્લાના 282 જેટલા ગામોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા જમીનના સર્વેને લઈને આજે લેન્ડ રેકર્ડ કચેરી ખાતે અધિકારીઓને મળીને સર્વેમાં થયેલી ભૂલોને દૂર કરવાની માંગ કરી હતી.

છેલ્લા પાંચ વર્ષથી હું સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે અનેક રજૂઆતો કરી છે. સરકારમાંથી જવાબ મળ્યો છે કે, તમારો રેકોર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી. તમે ન્યાયતંત્રના દરવાજા ખટખટાવી શકો છો. - હરશુખ કોટડીયા (ખેડૂત, ચોકી ગામ)

જમીન સર્વેને લઈને ખેડૂતો મેદાને : જૂનાગઢ જિલ્લાના 282 જેટલા ગામોની ખેતીલાયક જમીનનો રાજ્ય સરકાર દ્વારા એજન્સીઓ મારફતે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે થયા બાદ એજન્સી દ્વારા અનેક ક્ષતિઓ રાખી દેવામાં આવી હતી. જેને કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળતો હતો. ખેડૂતોમાં જોવા મળતો અસંતોષ અને સર્વે કરનાર એજન્સીઓની ક્ષતિઓ સરકાર સામે આવતા અંતે સરકારે સર્વેને રદ કરીને જે ક્ષતિઓ રહી ગઈ છે તેને પૂર્ણ કરીને નવો સર્વે જાહેર કરવાની વાત કરી હતી. જેને પણ ઘણો સમય વીતી ગયો હોવા છતાં સરકારે કોઈ હકારાત્મક દિશામાં કામ નહીં કરતા ખેડૂતો આજે જુનાગઢ ખાતે એકઠા થયા હતા.

જુના 07/12ના ઉતારામાં 63 ગુઠા જમીન નોંધાયેલી હતી, પરંતુ નવા સર્વે બાદ 07/12ના ઉતારામાં 51 ગુઠા જમીન જોવા મળે છે. 12 ગુંઠા જમીન સેટેલાઈટ દ્વારા કરવામાં આવેલા નવા સર્વેમાં ઓછી થયેલી જોવા મળે છે. તેમણે વર્ષ 2020માં તેમની આ સમસ્યાને લઈને રજૂઆત કરી છે. તેમ છતાં આજદિન સુધી તેનું કોઈ નિરાકરણ થતું જોવા મળતું નથી - દિલીપ સોલંકી (ખેડૂત, સોનારડી ગામ)

એજન્સીઓની ભૂલને કારણે ખેડૂતોને અનેક સમસ્યા : રાજ્ય સરકાર દ્વારા ખાનગી એજન્સીઓને ખેતીલાયક જમીનના સર્વેની કામગીરી આપવામાં આવી હતી. કેટલીક ખેતીલાયક જમીનનો પ્રકાર જમીનનો વિસ્તાર જમીનનું માપ અને ખેડૂત ખાતેદારનું નામ સુધ્ધાં બદલાઈ ગયું હતું. આવી અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. જેને લઈને ખેડૂતોમાં ખૂબ રોશ જોવા મળતો હતો. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સી દ્વારા સર્વેમાં જે રીતે નિષ્કાળજી દાખવવામાં આવી છે. તેને પરિણામે ખેડૂતો આજ સુધી અનેક સમસ્યામાં ઘેરાયેલા જોવા મળે છે. જેનું નિરાકરણ નહીં થતા ખેડૂતની ધિરજ ખુટી અને આજે જુનાગઢ જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરી ખાતે અધિકારી અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. બે મહિનાના સમયગાળા દરમિયાન ખેડૂતોના સમસ્યાનું સમાધાન થાય તે માટેની બાહેધરી મેળવી હતી.

  1. Rajkot News: સરધાર જમીન વિવાદમાં સ્વામિનારાયણ મંદિરના 3 સંતો સહિતના સામે ગુનો નોંધવા સ્પેશિયલ કોર્ટનો હુકમ
  2. Kutch News : વાવાઝોડાએ વિનાશ વેર્યો, કચ્છનો ખેડૂત કેરી પર બેસીને કુદરતને કોસી રહ્યો છે, જૂઓ વાયરલ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.