ETV Bharat / state

જૂનાગઢમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હજુ પણ પૂરતા પ્રમાણમાં નહિ: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી - જૂનાગઢ જિલ્લા આરોગ્ય કેન્દ્ર

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલા દર્દીઓ સમાવી શકાય તેમ છે, જિલ્લામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તેમજ રેમડેસીવીર ઇન્જેક્શન અને રસીકરણને લઈને કેવા પ્રકારનું ચિત્ર જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યું છે તેને લઈને ઇટીવી ભારતે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીનો સંપર્ક કર્યો હતો.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Apr 28, 2021, 6:26 PM IST

  • જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ કરી ઇટીવી ભારત સાથે વાતચીત
  • જૂનાગઢ જિલ્લામાં હજુ પણ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
  • સરકારી અને ખાનગી મળીને 1500 બેડની વ્યવસ્થા
    જૂનાગઢ
    જૂનાગઢ

જૂનાગઢ: ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યાને લઇને સંતોષ વ્યક્ત કર્યો હતો પરંતુ રેમડેસીવીર ઇન્જેકશનની અછત હજુપણ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે. તો વળી રસીકરણને લઈને જે જગ્યા પર કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે તેવી જગ્યા પર રસીના ડોઝ અન્ય તાલુકામાંથી ટ્રાન્સફર કરીને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે.

ઓક્સિજન, હોસ્પિટલમાં બેડની સંખ્યા, રસીકરણ અને ઈન્જેકશનને લઈને જિલ્લા કલેક્ટરે આપી માહિતી

જૂનાગઢ શહેરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં 750 જેટલા બેડની વ્યવસ્થા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉભી કરવામાં આવી છે. અહીં જરૂરિયાત મુજબ વેન્ટિલેટર અને ઓક્સિજનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. હાલ કોરોના સંક્રમણને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે પરંતુ દૈનિક ધોરણે 50થી લઈને 70 જેટલા દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થઈ રહ્યા છે. તેની સામે આટલી જ સંખ્યામાં દરરોજ સરકારી હોસ્પિટલમાં નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે. કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેની સામે ખાલી પડતાં બેડ પર નવા સંક્રમિત થઈને આવતા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. વધુમાં જૂનાગઢ જિલ્લો શહેરમાં આવેલી અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ 750 કરતાં વધારે બેડની વ્યવસ્થા જે તે ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. અહીં પણ દૈનિક ધોરણે કોરોના સંક્રમણથી મુક્ત થયેલા દર્દીઓની જગ્યાએ અન્ય દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ
જૂનાગઢ

આ પણ વાંચો: IMPACT: જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ એન્ટિજન કીટની અછતને ધારાસભ્યનું સમર્થન, સંખ્યા વધારવા માગ

રસીકરણને વધુ ઝડપી બનાવવાના આદેશ

જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જૂનાગઢ જિલ્લાની જરૂરિયાતની સામે રેમડીસિવર ઇન્જેકશનનો પુરવઠો હજુ જૂનાગઢ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતો નથી, જેને લઇને ઇન્જેક્શનની થોડી અછત આજના દિવસે પણ વરતાઈ રહી છે. વધુમાં કલેકટરે કોરોના રસીકરણ અંગે પણ માહિતી આપતાં જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં હાલ રસીકરણને લઈને કોઈ ચિંતાનું વાતાવરણ નથી પરંતુ જે જગ્યા પર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે આવા સેન્ટર ઉપર રસીકરણને વધુ ઝડપી બનાવવાના આદેશ સાથે જે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે તેમ આ વિસ્તારની રસીનો જથ્થો જે જગ્યા પર કોરોના સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે તે જગ્યા પર ફાળવીને સંક્રમણ સતત ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.