જૂનાગઢ/સોમનાથ: સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડીંડોર હાજરી આપી હતી. કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન કુબેરભાઈ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ બે સંસ્કૃતિના આદાન-પ્રદાનની વચ્ચે સર્વ શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડમી કાંડને લઈને યુવરાજસિંહને ભૂતકાળ ગણાવીને સમગ્ર મામલામાં રાજ્યની સરકાર તપાસ કરી રહી છે. તેવું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો STSangamam: સોમનાથ પરિસરમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ, આવું મસ્ત વેલકમ થયું
આપ્યું નિવેદન: આજે સોમનાથ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલ શિક્ષણ પ્રધાનકુબેરભાઈ ડીંડોરે ડમી કાંડ ને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, યુવરાજસિંહ હવે ભૂતકાળ છે. તાજેતરમાં જ પરીક્ષાઓ યોજાઇ રહી છે. તે બિલકુલ સ્વસ્થ વાતાવરણમાં યોજાઈ છે. જેથી ભૂતકાળની દુર્ઘટનાને યાદ કરીને સમય બગાડવા કરતા વર્તમાન સમયમાં જે રીતે પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. તેના પર રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી આગળ વધી રહી છે. જે લોકો ડમીકાંડ કે અન્ય ગેરરીતીમાં સામેલ છે. તેની વિરુદ્ધ સરકાર તપાસ ચલાવી રહી છે. તપાસને અંતે કસુરવારોને સજા પણ થશે.
શિક્ષણ આપવાની દિશામાં: સૌરાષ્ટ્ર તમિલ સંગમ બે સંસ્કૃતિનું મિલન સોમનાથના આંગણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાનકુબેરભાઈ ડીંડોર વિશે હાજરી આપી હતી. આ કાર્યક્રમને તેમણે બે રાજ્યની સંસ્કૃતિના આદાન-પ્રદાન સાથે જોડીને શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં સોમનાથ આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો સાબિત થશે. વધુમાં તેમણે નવી શિક્ષણ નીતિ માત્ર રોજગાર લક્ષી નહીં. પરંતુ પ્રત્યેક વિદ્યાર્થીને કૌશલ્ય લક્ષી શિક્ષણ આપવાની દિશામાં પણ મહત્વની છે.
આ પણ વાંચો Saurashtra Tamil Sangam: મૂળ તમિલના સૌરાષ્ટ્રવાસીઓએ તમિલ સંગમ કાર્યક્રમને આવકાર્યો
ગંભીરતાપૂર્વક ચર્ચાઓ: જેથી આવનારા દિવસોમાં રાજ્યના વિદ્યાર્થીઓ શિક્ષણ થકી કૌશલ્યવાન બનીને જાતે રોજગારીનું સર્જન કરતો જોવા મળશે. શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડીંડોરે તમિલનાડુથી આવેલા કેટલાક લોકો સાથે ચર્ચા પણ કરી હતી. જેમાં શિક્ષણ રોજગાર લક્ષી કૌશલ્ય કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. તેને લઈને પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી. ત્યાંથી આવેલા લોકોનો અભિપ્રાય પણ ખાસ કરીને કૌશલ્યને લઈને અનુભવ્યો હતો.