ETV Bharat / state

Maha Shivratri 2023: શિવે શરીર પર ધારણ કરેલા આઠ શૃંગારનું છે અદ્ભુત ધાર્મિક મહત્વ - શિવે શરીર પર ધારણ કરેલા આઠ શૃંગારનું ધાર્મિક મહત્વ

દેવાધિદેવ મહાદેવે તેમના શરીર પર આઠ શૃંગારને ધારણ કર્યા છે, જે ધાર્મિક રીતે આજે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જેને દેવી-દેવતાઓએ તરછોડ્યા હતા તેને શિવે આવકાર્યા અને પોતાના શરીર પર ધારણ કરીને સૃષ્ટિમાંથી રાક્ષસી વૃદ્ધિને દૂર કરવા માટે તેમજ સનાતન સંસ્કૃતિ ની રખેવાળી માટે આઠ પ્રતીકો મહાદેવે તેમના શરીર પર ધારણ કર્યા છે.

Maha Shivratri 2023: શિવે શરીર પર ધારણ કરેલા આઠ શૃંગારનું છે અદ્ભુત ધાર્મિક મહત્વ

author img

By

Published : Feb 16, 2023, 10:53 PM IST

Maha Shivratri 2023: શિવે શરીર પર ધારણ કરેલા આઠ શૃંગારનું છે અદ્ભુત ધાર્મિક મહત્વ

જુનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિનો મહાપર્વ એટલે શિવરાત્રી. શિવરાત્રીના મેળામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી જેને શિવના સૈનિક તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. તેવા નાગાસન્યાસીઓની વિશેષ હાજરી જોવા મળે છે ત્યારે શિવના સૈનિકો દેવાધિદેવ મહાદેવ એ ધારણ કરેલા આઠ શૃંગારોને ધારણ કરીને પ્રત્યેક ભક્તને શિવરૂપ ના દર્શન કરાવી રહ્યા છે ત્યારે અમે આજે તમારા માટે વિશેષ અહેવાલ લઈને આવ્યા છે શું છે શિવના 8 શ્રીંગાર શા માટે દેવાધિદેવ મહાદેવે આઠ શૃંગારને પોતાના શરીર પર ધારણ કર્યા હતા.

આ પણ વાંચો: Maha Shivratri 2023 : રામમંદિર નિર્માણ એજન્સીના કારીગરો સુરતમાં બનાવી રહ્યા છે અમરનાથ ગુફા, આ મંદિરમાં મહાશિવરાત્રીથી થશે દર્શન

ગંગાજી: કપિલ મુનિએ સગર રાજાના 1000 પુત્રોને કોઈ દુષ્ટ કર્મ કરવા બદલ શ્રાપિત કર્યા હતા જેને સ્રાપ માંથી મુક્ત કરવા માટે સગર રાજા ના ભાઈ અંશુમને કપીલ મુનીને ખૂબ જ વિનવણી કરી હતી, પરંતુ કપિલ મુનિ સગર રાજા ના હજાર પુત્રોને શ્રાપ માંથી મુક્ત કરવા માટે એકના બે ન થયા ત્યારે કપિલ મુનિએ તમામ હજાર પુત્રોને શ્રાપ માંથી મુક્તિ અપાવવા માટે પૃથ્વી પર ગંગાજીનું અવતરણ ભગીરથી ઋષિ કરી શકે તો તમામ પુત્રો શ્રાપમાંથી મુક્ત થાય છે. ત્યારે સગર રાઝાના પરિવારજનો એ ભગીરથી ઋષિની તપ્સચર્યા બાદ ગંગાજી ને પ્રગટ થવા માટે આહવાન કર્યો હતો ત્યારે ગંગાજીના પ્રવાહને પૃથ્વીલોક પર રોકી શકે તેવા એકમાત્ર દેવ એટલે મહાદેવ જો મહાદેવ ગંગાજીને પૃથ્વી લોક પર નિયંત્રિત કરી શકે તો તેમના તમામ હજાર પુત્રો શ્રાપ માંથી મુક્ત થઈ શકે છે. જેથી દેવાધિદેવ મહાદેવ ગંગાજીના પ્રવાહને પોતાની જટામાં નિયંત્રિત કર્યો ત્યારથી ગંગાજી શિવજીની જટા માં જોવા મળે છે.

વિષ: દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન માંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા, જે પૈકીના 13 રત્નો દેવી-દેવતાઓએ વહેંચી લેતા 14માં રત્ન તરીકે એક માત્ર વિષ બાકી રહેતા દેવી-દેવતાઓ પણ મૂંઝાયા હતા ત્યારે મહાદેવે પોતાના ગળામાં વિષ ને ધારણ કર્યું, જેને કારણે તેઓ નીલકંઠ પણ કહેવાય મહાદેવે ગળામાં વિષ ધારણ કરવાથી તેના ગળાનો રંગ લીલો પડી ગયો હતો. જેને લઈને દેવી-દેવતાઓ પણ ખૂબ જ ચિંતિત બન્યા હતા.

ચંદ્ર: દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનથી 14 જેટલા રત્નો પ્રાપ્ત થયા હતા.આ પૈકીના 13 રત્નો અન્ય દેવી-દેવતાઓ રાખ્યા હતા વિષ મહાદેવ ગ્રહણ કરતા તેમનો ગળુ વિષની અસરને કારણે લીલા કલરનું જોવા મળતું હતું, ત્યારે દેવતાઓ ખૂબ જ ચિંતિત બન્યા અને ચંદ્ર ભગવાને મહાદેવની ઝેરની અસર ઓછી થાય તે માટે મહાદેવની જટામાં અવતરણ કર્યું અને મહાદેવ એ સમુદ્ર મંથનથી પ્રાપ્ત કરેલા વિષની અસરોને ઓછી કરી હતી જેથી મહાદેવની જટામાં ચંદ્ર જોવા મળે છે.

જટા: દેવાધિદેવ મહાદેવ સન્યાસી જટિલ મુંડી સન્યાસી તરીકે સનાતન ધર્મમાં દેવ તરીકે પૂજાઈ છે ત્યારે સન્યાસી અને જટિલ મુંડી સન્યાસી ની ઓળખ અને ઘરેણું જટાને માનવામાં આવતુ હતુ જેથી દેવાધિદેવ મહાદેવે તેમના મસ્તક પર જટાને ધારણ કરી હતી.

આ પણ વાંચો: Maha Shivratri 2023: શિવરાત્રિએ શિવજીને બિલ્વપત્ર અર્પણ કરી મેળવો પુણ્યશાળી ફળ, જાણો ધાર્મિક મહત્વ

ડમરું: દેવાધિદેવ મહાદેવ તેમના હાથમાં સતત ડમરું રાખેલા જોવા મળતા હતા સનાતન ધર્મ અને ધાર્મિક દંતકથા મુજબ મહાદેવે 14 સૂત્રની ઉત્પત્તિ કરવા માટે ડમરૂનું વાદન થઈ શકે તે માટે ડમરુ ને ધારણ કર્યું હતું અને કહેવાય છે કે, ડમરુંના વાદનથી સૃષ્ટિ પર સનાતન ધર્મ સંસ્કૃતિની 14 સૂત્રની ઉત્પતિ મહાદેવ એ ડમરુ થકી કરી છે.

નાગદેવતા: દેવાધિદેવ મહાદેવ તેમના શરીર પર શેષનાગ વાસુકીને ધારણ કર્યો છે. ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બનાવીને તેના પર વિશ્રામ કરે છે, ત્યારે મહાદેવ એ શેષનાગને પોતાના મસ્તક પર ધારણ કરીને સૈયા પર રહેલા વાસુકી શેષનાગને પોતાના ગળામાં ધારણ કરીને તેને શિવના આભૂષણ તરીકે સ્વીકાર કર્યો.

ત્રિશુલ: દેવાધિદેવ મહાદેવ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજાય રહ્યા છે, ત્યારે સતો રજો અને તમો ગુણી તમામને એકતાના સૂત્ર સાથે બાંધી શકાય તે માટે મહાદેવે તેમના શ્રીંગાર તરીકે ત્રિશુલને ધારણ કર્યું છે.

ભસ્મ: માતા પાર્વતીના પિતા દક્ષને ત્યાં મહાદેવનું અપમાન થતા માતા પાર્વતીએ યજ્ઞ કુંડમાં આહુતિ આપીને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. મહાદેવ માતા પાર્વતીને ખૂબ જ પ્રેમ કરતા હતા, ત્યારે જે યજ્ઞ કુંડમાં માતા પાર્વતી અગ્નિમાં આકૃતિ આપીને દેવલોક પામ્યા હતા. તે યજ્ઞ કુંડની ભસ્મને મહાદેવે માતા પાર્વતીના પ્રેમના પ્રતિક રૂપે ભસ્મને સમગ્ર શરીર પર લગાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.