ભવનાથ : મહા શિવરાત્રીના મહાપર્વને લઈને ભવનાથની ગીરી તળેટી શિવમય બની રહી છે ત્યારે શિવરાત્રીના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત કિન્નર અખાડાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર કિન્નરોને પણ ધર્મસ્થાનોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડાનું સ્થાપન કરાયું છે. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નરો ભાગ લઈ રહ્યા છે.
પ્રથમ વખત કિન્નર અખાડાનું કરવામાં આવ્યું : સ્થાપન મહા શિવરાત્રીનું મહાપર્વ આજથી શરૂ થયું છે. ત્યારે સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર ભવનાથની ગીરી તળેટીમાં આવેલા જુના અખાડા આહવાન અખાડા અને અગ્નિ અખાડા પરંપરાગત રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે આ વખતે પ્રથમ વખત ભવનાથની ગીરી તળેટીમાં કિન્નર અખાડાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નરો સામેલ થયા છે અને આગામી શનિવાર અને મહા શિવરાત્રી સુધી અલખને ઓટલે શિવ આરાધના કરીને દેવાધિદેવ મહાદેવની સ્તુતિ કરતા સમગ્ર દેશભરના કિન્નરો જોવા મળશે.
કિન્નરોને ધર્મ સંસ્કૃતિના મનાય છે અતિ પાવન : કિન્નર સમુદાયને સનાતન ધર્મ સંસ્કૃતિમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માંનવામાં આવે છે. ત્યારે પાછલા ત્રણ વર્ષથી મહા શિવરાત્રીના મેળા દરમિયાન રાત્રિના સમયે ભગવાન મહાદેવની નીકળતી રવેડીમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર સામેલ થતા આવ્યા છે. પાછલા ત્રણ વર્ષોના ઇતિહાસમાં યોજાયેલી રવેડીમાં કિન્નર સમાજના મહામંડલેશ્વરોએ રવેડીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મહાશિવરાત્રીના મેળાને વધુ ધાર્મિક દ્રષ્ટિએ ઐતિહાસિક બનાવ્યો છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત ભવનાથ તળેટીમાં કિન્નર અખાડાનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નરો જોડાયા છે અને પાંચ દિવસ સુધી અલખને ઓટલે મહાદેવની ધૂણી ધખાવતા જોવા મળશે.
કિન્નર અખાડામાં મહાપ્રસાદનું આયોજન : પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવેલા કિન્નર અખાડામાં આ વર્ષે શિવરાત્રીના પાંચ દિવસો દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં અખાડામાં સામેલ સમગ્ર દેશભરમાંથી આવેલા કિન્નરો જોડાશે અને અહીં દર્શનાર્થે આવતા પ્રત્યેક ભાવી ભક્તોને કિન્નરો સપ્રેમ મહાદેવના સાનિધ્યમાં ભોજન પ્રસાદનું આસ્વાદ પણ માણતા જોવા મળશે. આ પ્રકારની વિશેષ પરંપરા આ વર્ષે પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં થયેલી જોવા મળે છે.