ETV Bharat / state

Junagadh Lion Video: ભાગ્યે જ જોવા મળતો બાળસિંહની મસ્તીનો વીડિયો કેમેરામાં થયો કેદ - Junagadh range forest

જંગલનું નામ આવે અને એના રાજાનો ઉલ્લેખ ન થાય એવું તે કેમ બને? પ્રાણી ભલે ગમે તે હોય પણ પ્રેમ ભાવના તો હિંસક પશુમાં પણ જોવા મળે છે. બાળસિંહની એક સિંહ સાથેની પ્રેમની અભિવ્યક્તિ કેમેરામાં કેદ થઈ છે. ભાગ્યે જ જોવા મળતા હોય એવા દ્રશ્યો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં રેકોર્ડ થયા છે. જોકે સિંહ બાળની આવી હલકી ફૂલકી ગમ્મત સરળતાથી નથી જોવા મળતી. જોઈએ એક રિપોર્ટ

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 27, 2023, 10:07 AM IST

વાઇલ્ડ લાઇફની દુનિયાનો અદભુત વિડીયો આવ્યો સામે પુખ્ત સિંહ સાથે બચ્ચું કરી રહ્યું છે ગમ્મત

જૂનાગઢ: સામાન્ય રીતે બને છે એવું કે, બાળસિંહ મોટાભાગના કેસમાં સિંહણ સાથે હોય છે. શિકાર કરતા ન શીખે ત્યાં સુધી સિંહણ એનું જતન કરે છે. પણ આ વીડિયોમાં સિંહ સાથે બાળસિંહની આવી ગમ્મત જોવા મળતી નથી. જંગલમાં પણ ભાગ્યે જ જોવા મળતી પળ કરીમ કડિવારના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જંગલમાં પણ દરેક સિંહનો એક ચોક્કસ વિસ્તાર હોય છે. જો કોઈ સિંહ એના આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય તો બીજા વિસ્તારના સિંહને ખ્યાલ આવી જાય છે. સિંહ આ હદ પાર કરે તો ફાઇટ થાય છે. જેમાંથી કોઈ એક વધુ જખ્મી થાય તો એ હદમાં બીજો સિંહ કબ્જો કરે છે. સિંહ મૃત્યુ પામે તો એની સિંહણના બચ્ચાને પેલો જીતેલો સિંહ પતાવી દે છે. જેની સામે સિંહણ પોતાના બચ્ચાને લઇ બીજા વિસ્તારમાં ચાલી જાય છે.

અદભુત વિડીયો: જંગલમાં પણ હોય છે પ્રેમાળ વાતાવરણ વાઇલ્ડ લાઇફની દુનિયાનો સૌથી અદભુત કહી શકાય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર સાસણ ની તેમના પ્રવાસ દરમ્યાન આ વિડીયો તેમના કેમેરામાં કેદ થયો છે. એક પુખ્ત નરસિંહ સાથે સિંહ બાળ ગમ્મત કરતું હોય તે પ્રકારનો અદભુત વિડીયો કેમેરામાં કેદ થયો છે. જેમા જંગલની હિંસકતા અને કરુણતાની સાથે પ્રેમાળ વાતાવરણ પણ ચોક્કસપણે હોય છે. તેને ઉર્જવાન કરી રહ્યો છે આ પ્રકારના દ્રશ્યો કેમેરા મા કેદ કરવાની તક ખૂબ જ્વલેજ પ્રાપ્ત થતી હોય છે. જે કરીમ કડીવાર ને પ્રાપ્ત થઈ તેમણે તેમના સાસણ જંગલના અનુભવો વીડિયો મારફતે etv ભારત સાથે શેર કર્યા છે.

આ પણ વાંચો Junagadh News : બહાઉદ્દીન કોલેજના 125 વર્ષ પૂર્ણ, મિસ્ત્રીની કળા નીચે તૈયાર થયેલું નિર્માણ એશિયામાં સર્વોત્તમ

સિંહ બાળ સિંહણ સાથે: સામાન્ય રીતે સિંહ બાળ પોતાની રીતે શિકાર કરવા માટે સક્ષમ ન બની જાય ત્યાં સુધી તે મોટે ભાગે સિંહણ સાથે જોવા મળતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક પુખ્ત સિંહ અને સિંહ બાળ ગમ્મત કરતુ જોવા મળે છે. જેને ખૂબ જ અદભુત માનવામાં આવે છે સિંહ મોટે ભાગે સિંહ બાળને મારી નાખતા હોય છે. આવી ભયાનક કરુણતા પણ સિંહ પરિવારોમાં સર્વ સામાન્ય જોવા મળે છે.

આ પણ વાંચો Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

ડેરો જમાવવાનું કામ: સિંહ જંગલમાં ગ્રુપ બનાવીને તેમના વિસ્તાર પર ડેરો જમાવવાનું કામ કરે છે. સિંહણ બચ્ચાને સાચવવાની સાથે શિકાર કરવાની ભૂમિકા ભજવે છે. તેની વચ્ચે પુખ્ત સિંહ સાથેનો સિંહ બાળ ની આ મસ્તીનો અદભુત વિડીયો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવાર ના કેમેરામાં કેદ થયો છે. જે તેમણે તેમના સંસ્મરણરૂપે ઈ ટીવી ભારત સાથે શેર પણ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.