ETV Bharat / state

Maha Shivratri 2023 : શિવ પાર્વતીજીના લગ્ન રોકવા માગતો હતો કાળકાસૂર રાક્ષસ, જાણો મહાશિવરાત્રિ વિશે

મહાશિવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો (Maha Shivaratri 2023) બાકી છે. ત્યારે હવે આ પર્વ સાથે જોડાયેલો એક વિશેષ કિસ્સો અમે તમારી સામે લઈને આવ્યા છીએ. આ જ દિવસે કાળકાસૂર રાક્ષસના વધ કરવાનો નિર્ણય કરાયો હતો. કારણ કે, કાળકાસૂર રાક્ષસે ઉત્પાત મચાવી રાખ્યો હતો. સાથે જ તે જે મહાદેવે તેની મદદ કરી તેમના અને માતા પાર્વતીના લગ્નને રોકવા (Kalka Sur Rakshas Vadh related to Maha Shivaratri ) માગતો હતો.

શિવ પાર્વતીજીના લગ્ન રોકવા માગતો હતો કાળકાસૂર રાક્ષસ, વધ સાથે મહાશિવરાત્રિનો ધાર્મિક સંબંધ

author img

By

Published : Feb 6, 2023, 7:42 PM IST

કાળકાસૂર રાક્ષસ હોવા છતાં કરી શકતો મહાદેવની પૂજા

જૂનાગઢઃ મહાશિવરાત્રિનો મહાપર્વ દેવાધીદેવ મહાદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. સનાતન ધર્મ સંસ્કૃતિની લોકવાયકા મુજબ, મહાશિવરાત્રિનો પર્વ કાળકાસૂર નામના અસૂરના વધ સાથે પણ જોડાયેલો છે. માતા પાર્વતી દ્વારા શ્રાપિત થયેલા કાળકાસુર શ્રાપ માંથી મુક્ત થતા જ ફરી આસૂરી શક્તિનો સહારો લેતા તેના નાશ માટે મહાશિવરાત્રિનો પર્વ નિર્ધારિત થયો હતો તેવું સનાતન ધર્મ સંસ્કૃતિના ધર્મગ્રંથો અને શિવપૂરાણમાં જોવા મળે છે.

આ પણ વાંચો Vadodara Sarveshwar Mahadev Statue : વડોદરામાં પવન દેવે કરાવ્યા મહાદેવના દર્શન, જૂઓ કઈ રીતે

કાળકાસૂર અસૂરના નાશ સાથે પણ મહાશિવરાત્રિનો સબંધઃ સનાતન ધર્મ સંસ્કૃતિના દેવાધીદેવ મહાદેવને સમર્પિત એવા મહાશિવરાત્રિનો મહાપર્વ દાનવોના નાશ અને દૈવીયશક્તિના ઉદ્દેશ્ય સાથે પણ ખૂબ જ નજીકનો સબંધ ધરાવે છે. દેવોની સખત આરાધના કરીને દાનવે મહાદેવ, બ્રહ્મા અને અન્ય કોટી દેવતાઓ પાસેથી આરાધનાના બદલામાં વરદાન પ્રાપ્ત કર્યા હતા. વરદાન પ્રાપ્ત કરીને આસૂરી શક્તિ એવા રાક્ષસ કૂળના અસૂરોએ માનવજીવન અને દેવો પર ફરી ઉત્પાત મચાવવાની શરૂઆત કરી હતી. ઉત્પાત કરતા અસૂરો અને રાક્ષસો તેમની મર્યાદામાં રહે. સમગ્ર સૃષ્ટિનું રક્ષણ થાય, માનવજાતને કલ્યાણકારી અનુભવ થાય તેમ જ દૈવીય શક્તિ અસૂરોની શક્તિને નષ્ટ કરે તે માટે સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથો અને શિવ પંચાયત સાથે સંબંધ ધરાવતા શિવપૂરાણમાં મહાશિવરાત્રિનો ધાર્મિક ઉલ્લેખ જોવા મળે છે.

માતા પાર્વતી દ્વારા શ્રાપિત થયો કાળકાસૂરઃ શિવ પંચાયતમાં ઉલ્લેખ થયા મુજબ, કાળકાસૂર રાક્ષસ બન્યા પહેલાં તે ઋષિ ફતિજ્ઞા તરીકે દેવલોકમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા. ઋષિ તેમની શિવ આરાધનાને લઈને ખૂબ જ મગ્ન જોવા મળતા હતા. તેમના દ્વારા શિવની પરિક્રમા અને આરાધના પણ સતત કરવામાં આવતી હતી. ત્યારે અચાનક માતા પાર્વતીને તેમનું અપમાન થયું છે તેવી લાગણી જન્મતા ઋષિ ફતીજ્ઞાને માતા પાર્વતી દ્વારા શ્રાપિત કરવામાં આવ્યા અને તેમનો જન્મ આસૂરી કૂળમાં થવાનો શ્રાપ આપી દેતા ઋષિ ફતિજ્ઞાએ દેવાધીદેવ મહાદેવ સમક્ષ માતા પાર્વતી દ્વારા આપવામાં આવેલા શ્રાપને પરત લેવાની વિનમણી કરી હતી. મહાદેવની વિનંતી બાદ માતા પાર્વતીએ ઋષિ ફતિજ્ઞાને આપવામાં આવેલા શ્રાપમાં ફેરફાર કર્યો હતો.

કાળકાસૂર રાક્ષસ હોવા છતાં કરી શકતો મહાદેવની પૂજાઃ માતા પાર્વતી દ્વારા શ્રાપિત બનેલા કાળકાસૂર અસૂરના શ્રાપમાં ફેરફાર થયા બાદ તે દેવાધિદેવ મહાદેવની પૂજા, અભિષેક, પરિક્રમા અને પાઠ કરી શકતો હતો. ધાર્મિક માન્યતા મુજબ, કાળકાસૂર અસૂરે 108 વાર યજ્ઞમાં પોતાના શરીરની આહૂતિ આપતા તે ફરીથી દેવોના વરદાન પ્રાપ્ત કરવાને લાયક બની ગયો. આસૂરી શક્તિ હોવાના કારણે કાળકાસૂર વરદાન પ્રાપ્ત કર્યા બાદ ફરી એક વખત અહંકારી બની ગયો અને આસૂરી શક્તિના સહારે દેવો અને લોકોને પરેશાન કરવાની શરૂઆત કરી હતી.

કાળકાસૂરના નષ્ટ માટે મહાશિવરાત્રિ બન્યું નિમિતઃ ભગવાન બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત થયા બાદ અહંકારી અને ઉત્પાતિત બનેલા કાળકાસૂરના નાશ માટે બ્રહ્માજીએ મહાશિવરાત્રિનું નિર્ધારણ કર્યું. શિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવના લગ્નનો પ્રસંગ પૂર્ણ થશે. તેમના લગ્ન બાદ શિવ અને પાર્વતીનો પૂત્ર ઉત્પાતી અસૂરી શક્તિ કાળકાસૂરના વધ માટે નિમિત બનશે. બ્રહ્માજીના આ વચનની જાણ કાળકાસૂરને થતા તેમણે ઉત્પાત મચાવવાની શરૂઆત કરી અને માતા પાર્વતી તેમ જ દેવાધિદેવ મહાદેવના લગ્નનો પ્રસંગ ફળીભૂત ન થાય તે માટે રાક્ષસી શક્તિ અને માયાવી પ્રપંચના ઉપયોગ કરવાની પણ શરૂઆત કરી હતી.

શિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને મહાદેવના થયા લગ્નઃ શિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને મહાદેવના લગ્નનું પ્રસંગ સફળ ન થાય તે માટે હિમાલય પર્વત પર પણ કાળકાસૂરે ખૂબ જ ઉત્પાત મચાવ્યો હોવાની ધાર્મિક માન્યતા છે. કાળકાસૂરના ઉત્પાતની સામે ગંગાજીએ તેને અનેક વખત પાણીના વહેણથી દૂર ખસેડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ બ્રહ્માજી અને કોટી દેવતાઓના વરદાન બાદ શક્તિશાળી બનેલા કાળકાસૂરને રોકવો ખૂબ મુશ્કેલ બની ગયો હતો. વરદાનથી અસૂરી શક્તિનો ધની કાળકાસૂર મહાદેવ અને પાર્વતીના લગ્નને રોકવા માટે અસૂરોની સેનાને આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો સતયુગમાં તૈયાર થયેલા શિવમંદિરના પેટાળમાં છે અનેક રહસ્યો, જાણો ઇતિહાસ

મહાશિવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્વઃ કાળકાસૂરની મનોદશા સમજીને માતા પાર્વતી મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ને શિવરાત્રિના દિવસે લગ્નમાં વિક્ષેપ ઊભો કરવા માટે આવી રહેલા રાક્ષસો અને અસૂરોનો એક સાથે નાશ થયો. ત્યારબાદ માતા પાર્વતી અને મહાદેવના લગ્ન પરીપૂર્ણ થયા. ત્યારબાદ માતા પાર્વતી અને મહાદેવના પુત્રે સમગ્ર જગત પરથી આસૂરી શક્તિરૂપે કાળકાસૂરનો વધ કર્યો અને દેવો અને પૃથ્વી લોકને આસૂરી શક્તિથી મુક્તિ અપાવી. તેથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાશિવરાત્રિના મહાપર્વનુ ખૂબ જ ધાર્મિક મહત્વ જોવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.