જૂનાગઢ: જૂનાગઢમાં 100 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક અને આધુનિક ઇજનેરી ક્ષેત્રને વિચારતા કરી મૂકે તે પ્રકારનો ડેમ આજે પણ જોવા મળે છે. વર્ષ 1929માં નિર્માણ પામેલો વિલિંગડન ડેમ આજે પણ ઇજનેરી ક્ષેત્રના અડીખમ દ્રષ્ટાંત તરીકે જોવા મળે છે. આ ડેમનું નામ ભારતના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલિંગડનના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
ગિરનારના કાળા પથ્થરોથી ડેમનું બાંધકામ: વિલિંગડન ડેમ ગિરનાર અને દાતારની પહાડીઓની વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ ડેમ કાળવા નદી પર કે જ્યાં તે ઉદ્દભવે છે તેના પર બાંધવામાં આવ્યો છે. જેનું નિર્માણ માત્ર ગિરનારના કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે. જે આજે પણ આધુનિક ઈજનેરી ક્ષેત્ર માટે કોયડા સમાન માનવામાં આવે છે.
1936માં ડેમને ખુલ્લો મુકાયો: કાઠીયાવાડ ક્ષેત્રમાં આજથી વર્ષ પૂર્વે જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરના ઇજનેરોનો દબદબો જોવા મળતો હતો. જેમાં જૂનાગઢના વિલિંગડન ડેમના નિર્માણમાં ગાંધી અને ઠાકરશીભાઈ ઘીયા ઈજનેર તરીકે કામ કરતા હતા. વિલિંગડન ડેમનું 1929માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 10 જાન્યુઆરી 1936માં પૂર્ણ થતાં તેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ 9મી નવેમ્બર 2008ના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડેમનું ફરી નામકરણ કરવામાં આવ્યું અને વિલિંગડન ડેમની જગ્યા પર તેને સરદાર પટેલ ડેમ નવું નામ આપવામાં આવ્યું હતું.
બાંધકામમાં શેનો ઉપયોગ: આજથી વર્ષો પૂર્વે બાંધકામ ક્ષેત્રમાં ચૂનાના પથ્થરો, ગોળ અને અડદની દાળના લોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને મજબૂતીના ક્ષેત્રમાં સર્વ સ્વીકૃતિ મળી હતી. જૂનાગઢમાં જે બાંધકામો પૌરાણિક છે તે તમામ બાંધકામોમાં ચૂનાનો પથ્થર, ગોળ અને અડદની દાળના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિશ્રણ કોઈપણ બાંધકામને સિમેન્ટ કરતા પણ ઘણી વધારે મજબૂતી આપે છે. જેથી 100 વર્ષ કરતાં પણ પૂર્વેનો આ ડેમ આજે પણ ઇજનેરી કલા વારસાના અડીખમ સ્તંભ તરીકે જૂનાગઢમાં જોવા મળે છે.
National Engineers Day 2023: આજે એન્જિનિયર્સ દિવસ, જાણો કોની યાદમાં ઉજવવામાં આવે છે
Festivals in September 2023: જાણો સપ્ટેમ્બરમાં આવતા મુખ્ય વ્રત, તહેવારો વિશે