ETV Bharat / state

બે દિવસ સુધી રહેશે વાદળછાયુ વાતાવરણ, વરસાદની નહીવત શક્યતા બાદ ઠંડીનો રાઉન્ડ થશે શરૂ - ઠંડી

વહેલી સવારથી જ અચાનક ચોમાસાની માફક આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું છે. જેને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ બે દિવસો દરમિયાન વરસાદની શક્યતા એકદમ નહીવત જોવા મળશે.

બે દિવસ સુધી રહેશે વાદળછાયુ વાતાવરણ, વરસાદની નહીવત શક્યતા બાદ ઠંડીનો રાઉન્ડ થશે શરૂ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 7:04 PM IST

વરસાદની શક્યતા એકદમ નહીવત

જૂનાગઢ : પાછલા 24 કલાકથી વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે. વહેલી સવારથી જ અચાનક ચોમાસાની માફક આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું જેને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ આગામી 48 કલાક સુધી જોવા મળશે. ત્યારબાદ વાદળ દૂર થતા ક્રમશઃ ઠંડી પણ વધતી જોવા મળશે, પરંતુ આ બે દિવસો દરમિયાન વરસાદની શક્યતા એકદમ નહીવત જોવા મળશે.

વાતાવરણમાં જોવા મળ્યો બદલાવ : વાતાવરણમાં અચાનક બદલાવ પાછલા 24 કલાકથી જોવા મળી રહ્યો છે. અચાનક આકાશ ચોમાસાની માફક વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું. સૂર્યનારાયણના દર્શન પણ થયા નથી તે પ્રકારે શિયાળા માં ચોમાસાનો માહોલ હોય તેવું વાતાવરણ આજે સર્જાયું છે. જે આવતી કાલ સુધી પણ જોવા મળી શકે છે. વાતાવરણમાં આવેલા બદલાવને લઈને હવામાન વિભાગે પણ વરસાદની શક્યતાઓને નકારી છે. પરંતુ આજે અને આવતી કાલે બે દિવસ દરમિયાન આ વાદળછાયુ વાતાવરણ સતત જોવા મળશે. ત્યારબાદ આકાશ ધીમે ધીમે વાદળોથી મુક્ત થતાં ઠંડીનો માહોલ સર્જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

પશ્ચિમી વિક્ષૌપના કારણે અસર : પશ્ચિમી વિક્ષોપના કારણે વાતાવરણની અસમાનતા જોવા મળે છે. બે દિવસ પૂર્વે વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો આકસ્મિક બદલાવ જોવા મળતો ન હતો. પરંતુ અચાનક ગઈકાલ સાંજના સમયથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને આજે વહેલી સવારથી જ ચોમાસાની માફક વાદળો જોવા મળી રહ્યા છે. જેને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો થતાં લોકોને સામાન્ય ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે. પરંતુ જ્યારે વાતાવરણ ચોખ્ખું થશે ત્યારે કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

ભેજ વધવાથી રોગ જીવાતનો ઉપદ્રવ : વાતાવરણમાં જે રીતે બદલાવ આવ્યો છે આજે દિવસ દરમિયાન સંપૂર્ણ આકાશ વાદળોથી ઢંકાયેલું જોવા મળે છે. આવા સમયે રોગ અને જીવાતનો ઉપદ્રવ થાય તેવી પૂરી શક્યતાઓ છે. સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં રોગ જીવાતને વિકસવાની અને કૃષિ પાકો પર સંયુક્ત રીતે હુમલો કરવાની મોકળી તક મળતી હોય છે. ત્યારે આવા સમયે શિયાળુ પાકો પર રોગ અને જીવાતના ઉપદ્રવની શક્યતાને પણ નકારી શકાતી નથી.

  1. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે પાછી કમોસમી વરસાદની આગાહી
  2. રાજ્યમાં ઠંડીનો ચમકારો, પાંચ દિવસ તાપમાન ડ્રાય રહેશે, તાપમાન વધવા અંગે આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.