- જૂનાગઢ પોલીસે આજે માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન
- માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે માસ્કનું કર્યું વિતરણ
- માસ્ક વિતરણ કરીને લોકોને કોરોના અને માસ્ક અંગે આપી જાણકારી
જૂનાગઢ : આજે શહેરમાં પોલીસ માસ્ક ડ્રાઇવ પર નીકળી હતી. સતત વધી રહેલા કોરોનાને ધ્યાને રાખીને માસ્ક એક માત્ર કોરોના સામે રક્ષણ પૂરું પાડે છે. તેને લઈને લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે માસ્ક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના એ ડિવિઝનથી પોલીસ કર્મચારી અને અધિકારીઓએ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. સતત વધી રહેલ કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બન્યો છે. તેમ છતાં લોકો હજુ પણ માસ્કને ગંભીરતાપૂર્વક લેતા નથી.