ETV Bharat / state

જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, ચડ્ડી બનિયાન ધારી ગેંગનો 17 ગુનાનો ભેદ ઉકેલ્યો - Crime News

જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. ઘરફોડ ચોરી કરાનાર ચડ્ડી ધારી ગેંગના 3 આરોપીને ઝડપી પાડી પોલીસે 60 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
author img

By

Published : Sep 26, 2021, 9:00 AM IST

  • જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
  • કેશોદના 11 સહિત રાજ્યના 17 ગુનાનો ભેદ ઉકેલ્યો
  • દાહોદ તરફની ચડી બનિયાન ધારી ગેંગના ત્રણ સદસ્યોને પકડી પડાયા

જૂનાગઢ: જિલ્લા પોલીસને આજે મોટી સફળતા મળી છે. 16 તારીખના દિવસે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં એક સાથે 11 જેટલા વ્યાપારી સંકુલોને ચોરીનું નિશાન બનાવીને તેમાં ઘરફોડ ચોરી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને જૂનાગઢ પોલીસે વોચ ગોઠવતા આજે દાહોદ તરફની ચડ્ડી બનિયાન ધારી ગેંગના 3 સદસ્યોને પકડી પાડીને 60 હજાર કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે.

આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે નવો ખુલાસો, 1,000 કિલોથી વધુની સપ્લાય કરાઈ હોવાની કબૂલાત

જૂનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે

ગત 16મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા 11 જેટલા વ્યાપારિક સંકુલોમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા સમગ્ર મામલાને લઈને લોકલ ક્રાઈમ બ્રાંચ ના પી.આઈ ભાટી અને તેમની ટીમને તપાસ સોંપીને ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી આપવામાં આવી હતી. જે પ્રકારે વ્યાપારિક સંકુલને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેના પરથી પોલીસને સ્પષ્ટ લાગતું હતું કે, ચોરીની ઘટનાને અંજામ આપવા માટે કોઈ સાતિર ગેંગ કામ કરી રહી છે. પોલીસે તેમના તમામ સૂત્રો અને બાતમીદારો મારફતે ચોરીને અંજામ આપનાર દાહોદની ચડ્ડી-બનિયાન ધારી ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી જેમાં ત્રણ ચોરને પકડી પાડયા હતા.

આ પણ વાંચો: રામોલ પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા

ચડ્ડી બનિયાન ધારી ગેંગના 3 સાતિર ચોર જૂનાગઢ પોલીસની પકડમાં

પોલીસ તેમના બાતમીદારો અને ટેક્નોલોજીની મદદથી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પકડાયેલા ત્રણેય આરોપી પાસેથી અંદાજિત 60 હજાર કરતા વધુનો મુદ્દામાલ પોલીસને મળ્યો છે. જૂનાગઢ પોલીસની તપાસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓએ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 11 સહિત રાજ્યના ભાવનગર રાજકોટ અમરેલી ભરૂચ વડોદરા અમદાવાદ જિલ્લામાં મળીને ૧૫ જેટલી ચોરીને અંજામ આપ્યાની સનસનીખેજ કબૂલાત પણ કરી હતી પકડાયેલા ત્રણેય ચોર કેશોદ વિસ્તારમાં દિવસે મગેંગ દ્વારા જૂરી કામ કરીને રાત્રિની સમયે સમયે રેકી કરીને તેજ સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે હાલ પકડાયેલા તમામ ત્રણેય ચોર જૂનાગઢ પોલીસ ની પકડમાં છે અને તમામની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ દરમિયાન પણ વધુ કેટલીક ચોરીની કબૂલાત આ ગેંગ દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.