ETV Bharat / state

રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 400થી વધુ લોકો સામે જૂનાગઢ પોલીસે કરી કાર્યવાહી - junagadh night Curfew

જૂનાગઢ પોલીસે રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા વ્યક્તિઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારથી રાત્રિ કરફ્યૂનો અમલ શરૂ થયો છે, ત્યારથી લઇને બુધવાર સુધી જૂનાગઢ પોલીસે કરફ્યૂના ભંગ બદલ 400થી વધુ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું.

રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા વ્યક્તિઓ સામે જૂનાગઢ પોલીસ બની આકરી

author img

By

Published : Apr 22, 2021, 6:59 PM IST

  • રાત્રિ કરફ્યુના ભંગ બદલ 9 લાખ કરતા વધુનો દંડ વસૂલ્યો
  • છેલ્લા 24 ક્લાકમાં 400થી વધુ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં ભરવાની કામગીરી હાથ ધરી
  • 170 કરતાં વધુ વાહનો પણ પોલીસે કર્યા જપ્ત

જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે રાજ્યના મહાનગરોમાં રાત્રિના 8 વાગ્યા પછી રાત્રી કરફ્યૂની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢ પોલીસ રાત્રિ કરફ્યૂ દરમિયાન સતત પેટ્રોલિંગ કરતી હોય છે. તેમ છતાં, કેટલાક લોકો રાત્રિ કરફ્યૂનો ભંગ કરીને બજારમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. આવા પ્રત્યેક વ્યક્તિઓ સામે જૂનાગઢ પોલીસ હવે આકરી બની છે અને કરફ્યૂનો ભંગ કરતા પ્રત્યેક વ્યક્તિ સામે અટકાયતી પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.

રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા વ્યક્તિઓ સામે જૂનાગઢ પોલીસ બની આકરી
રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા વ્યક્તિઓ સામે જૂનાગઢ પોલીસ બની આકરી

આ પણ વાંચોઃ કોરોના ગાઇડલાઇનો ભંગ કરતા 7 લોકોની જૂનાગઢ રેલવે સ્ટેશનથી અટકાયત

જૂનાગઢ પોલીસે 400થી વધુ વ્યક્તિઓ સામે લીધા અટકાયતી પગલા

રાત્રિ કરફ્યૂનો ભંગ કરવા બદલ જૂનાગઢ પોલીસે 170 કરતાં વધુ વાહનોને ડિટેઇન કર્યા છે. તેમને 400 કરતાં વધુ વ્યક્તિઓની કરફ્યૂનો ભંગ કરવાના ગુનામાં અટકાયત પણ કરી હતી. વધુમાં કેટલાક વ્યક્તિઓ બહાના બનાવીને કરફ્યૂના સમયમાં પણ બજારમાં ફરતા જોવા મળ્યા હતા. આવા તમામ વ્યક્તિઓ સામે જાહેરનામાનો ભંગ કરીને કુલ 9 લાખ 21 હજાર કરતાં વધુનો દંડ પણ જૂનાગઢ પોલીસે કરફ્યૂનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી એકઠો કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.