ETV Bharat / state

જૂનાગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સને ઝડપ્યો - Issam was arrested from Vanthali Road

જૂનાગઢ પોલીસે વંથલી રોડ પરથી મયૂર ગોહિલ નામના એક વ્યક્તિને દેશી બનાવટની પિસ્તોલ તેમજ એક કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તે વ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ
author img

By

Published : Mar 21, 2021, 5:00 PM IST

Updated : Mar 21, 2021, 7:47 PM IST

  • દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો
  • જૂનાગઢ પોલીસે વંથલી રોડ પરથી યુવકને ઝડપી પાડ્યો
  • પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

જૂનાગઢઃ પોલીસે વંથલી રોડ પરથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ એક કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસને જૂનાગઢ-વંથલી રોડ પર શંકાસ્પદ હિલચાલ કરતા એક યુવાન પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા યુવકની પૂછપરછ કરતા તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવતા તે યુવકની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ

આ પણ વાંચોઃ સુરત: નિયોલ ચેકપોસ્ટ પાસેથી દેશી તમંચા અને છરા સાથે એકની ધરપકડ

આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ એક કારતૂસ મળી આવ્યું

મયૂર ગોહિલ નામના આરોપી પાસેથી પોલીસને એક દેશી બનાવટની પિસ્તોલ, એક કારતૂસ અને એક ખાલી મેગેઝીન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 26 હજાર કરતાં વધુ છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તે ક્યાં ઇરાદા સાથે આ હથિયાર રાખીને ફરતો હતો, તેમજ તે કોઈ ગુનાને અંજામ આપવા માટે નીકળ્યો છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. વધુમાં બનાવટની પિસ્તોલ યુવકને કોણે આપી અથવા તો આ પિસ્તોલ યુવકે કઈ જગ્યાએથી મેળવી છે, તેને લઈને પણ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

Last Updated : Mar 21, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.