- વિસાવદર પોલીસે દારૂનો વેપાર કરતા દંપતીને પકડી પાડ્યું
- દારૂનો વેપલો કરતા વિસાવદરના પતિ અને પત્ની
- દારૂની ખેપ મારીને વહેંચી શકે તે પહેલા જ વિસાવદર પોલીસના હાથે ઝડપાયા
- પરપ્રાંતિય દારૂ સાથે પોલીસે 1 લાખ 27 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત
જૂનાગઢ : વિસાવદર પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરમાંથી શંકાસ્પદ કારમાં એક મહિલા અને પુરુષ પરપ્રાંતિય દારૂનો ખેપ મારીને તેને વહેચવા માટે જઈ રહ્યા છે. એવી બાતમી મળતા પોલીસે શંકાસ્પદ સફેદ કલરની કારને રોકીને તેમાં તપાસ કરતા કારની અંદર પ્લાસ્ટિકના કોથળામાં ભારતીય બનાવટની પર પ્રાંતિય દારૂની બોટલો જેની કિંમત 18,000 તેને પકડી પાડવામાં સફળતા મળી હતી. વધુમાં પોલીસને આઠ હજાર રોકડ અને એક મોબાઇલ પણ કારમાંથી મળી આવ્યો હતો. જેને પકડીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલી કાર પર રાજકીય પક્ષનું નિશાન પણ જોવા મળ્યું
પોલીસે પકડેલા બંને આરોપી તપાસ દરમિયાન પતિ પત્ની હોવાનું અને વિસાવદરમાં રહેતા હોવાનું પણ બહાર આવ્યું છે. જે કારને પોલીસે પકડી છે, તેના પર ખૂબ મોટું રાજકીય પક્ષનું ચૂંટણી ચિન્હ પણ લગાવવામાં આવ્યું હતું. જેને લઇને પણ પોલીસ આગામી દિવસોમાં તપાસ કરી શકે છે. બંને પતિ પત્ની છેલ્લાં કેટલાંક વર્ષોથી દારૂનો વેપાર કરી રહ્યા હતા. તેમજ કાર પર રાજકીય પક્ષનું નિશાન લગાવવાને લઈને પણ પોલીસ આગામી દિવસોમાં પકડાયેલ દંપતિ પાસેથી વિગતો પ્રાપ્ત કરશે.