જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના સદસ્યોને કોર્પોરેશનમાં મળતી સુવિધાઓ સત્તાધારી બોર્ડ દ્વારા છીનવી લેવામાં આવતા હવે વિરોધ પક્ષના તમામ છ કોર્પોરેટરો કમિશનર ઓફિસની બહાર જમીન પર બેસીને તેમના વિસ્તારના કામો કરી રહ્યા છે. વિપક્ષના કોર્પોરેટરોએ કમિશનરને પત્ર દ્વારા જાણ કરીને કોર્પોરેશન પરિસરમાં તેમને જગ્યા આપવામાં આવે નહીં. ત્યાં સુધી તેઓ આ જ પ્રકારે કમિશનરની ઓફિસ બહાર લોકોના કામ કરતા જોવા મળશે.
વાહન પરત લેવાનો નિર્ણય: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષ અને શાસક પક્ષની સત્તાની લડાઈ ચરમ સીમા પર પહોંચે તેવા નિર્દેશ મળી રહ્યા છે. ગઈકાલે યોજાયેલ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ નેતા સહિત તમામ કોર્પોરેટરો ને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના ફાળવવામાં આવેલ તમામ જગ્યાઓ અને વાહન પરત લેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો Junagadh Crime : ચોક્કા છક્કાની રમઝટ વચ્ચે સટ્ટોડીયાઓની પોલીસે પાડી દીધી વિકેટ
કોર્પોરેશનનું કામ: હવે આજથી કોંગ્રેસ અને એનસીપી 6 કોર્પોરેટરો કમિશનર ઓફિસની બહાર જમીન પર બેસીને તેમના મત વિસ્તારના લોકો તેમજ કોર્પોરેશનનું કામ કરી રહ્યા છે. આજે તમામ છ કોર્પોરેટરોએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને પત્ર દ્વારા જાણ કરીને કોઈ કાયમી જગ્યા કોર્પોરેશન ઓફિસમાં ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. જ્યાં સુધી જગ્યાની કોઈ ફાળવણી નહીં થાય. ત્યાં સુધી તમામ કોર્પોરેટરો કમિશનર ઓફિસની બહાર કામ કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ થાય તે માટે પ્રતિબંધ બન્યા છે.
કોર્પોરેટરો આગ બબુલા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ અને એનસીપીના છ કોર્પોરેટરો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. વિપક્ષના નેતાને કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પાછલા 4 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં આપવામાં આવતી હતી. પરંતુ અચાનક ગઈ કાલે વાહનથી લઈને ઓફિસ અને ફાળવવામાં આવેલ સ્ટાફ પરત લેવાનો નિર્ણય કરવામાં આવતા વિપક્ષના છ કોર્પોરેટરો આગ બબુલા થયા છે.
આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
કોઈ વ્યવસ્થા: સમગ્ર મામલામાં કાયદાકીય અભિપ્રાય પણ મળવાને લઈને કોર્પોરેટરે આગામી દિવસોમાં ન્યાયતંત્રના દરવાજો ખખડાવે તેવી પણ શક્યતા છે. પરંતુ હાલ સમગ્ર મામલો ખૂબ જ વિવાદિત બની રહ્યો છે. ત્યારે તમામ કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર જ ભારતીય બેઠક બનાવી તેમના વિસ્તારના લોકોને સાંભળી રહ્યા છે. કોર્પોરેશનના કામો અહીંથી જ કરી રહ્યા છે. જ્યાં સુધી મામલાનું નિવેડો ન આવે ત્યાં સુધી આ જ પ્રકારે કામ કરવાનો પત્ર તમામ વિપક્ષના છ કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવીને આગામી દિવસોમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.