ETV Bharat / state

Siddheshwar Mahadev Junagadh : સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર મૂર્તિ સ્વરૂપે જૂનાગઢમાં પૂજાઈ રહ્યા છે સિદ્ધેશ્વર મહાદેવ

જૂનાગઢમાં શ્રાવણમાં સિદ્ધેશ્વર મહાદેવમાં આસ્થાળુઓ માટે દર્શન કરવા ખાસ બની રહે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે તેમના હસ્તે આજથી 195 વર્ષ પૂર્વે સિદ્ધેશ્વર મહાદેવની માતા પાર્વતી સાથે મૂર્તિનું સ્થાપન કર્યું છે.

Shravan : સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર મૂર્તિ સ્વરૂપે જૂનાગઢમાં પૂજાઈ રહ્યા છે સિદ્ધેશ્વર મહાદેવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 4:20 PM IST

195 વર્ષ પૂર્વે સ્થાપન

જૂનાગઢ : શિવને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ તેમના હસ્તે આજથી 195 વર્ષ પૂર્વે સિદ્ધેશ્વર મહાદેવની માતા પાર્વતી સાથે મૂર્તિનું સ્થાપન કર્યું છે. જે સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર મહાદેવ છે કે જે મૂર્તિ સ્વરૂપે સ્થાપન થયા બાદ તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે. મહાદેવ પ્રત્યેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે તે સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પૂજાઈ રહ્યા છે.

સાકાર એટલે કે મૂર્તિના રૂપમાં દર્શન : શિવને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સતત 30 દિવસ સુધી દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને જય શિવ શંકરના નાદ ગુંજતા જોવા મળશે. શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અને તેની ભક્તિનું ખાસ અને વિશેષ મહત્વ હિન્દુ ધર્મ ગ્રંથોમાં આંકવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતી સાથે સાકાર એટલે કે મૂર્તિના રૂપમાં દર્શન આપી રહ્યા છે. સિદ્ધેશ્વર મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે પણ તેમને સિદ્ધેશ્વર મહાદેવ નામ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવ્યું હતું.

પવિત્ર શ્રાવણ માસ અને ધાર્મિક આસ્થા : પવિત્ર શ્રાવણ માસનો ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સાકાર સ્વરૂપે માતા પાર્વતી સાથે દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. જેના દર્શન કરીને શ્રાવણ માસમાં શિવ ભક્તો ધન્યતા અનુભવે છે. આ પ્રકારે મૂર્તિ રૂપમાં દર્શન આપતું સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર બની રહ્યું છે જેને કારણે પણ શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.

સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી હોવાની માન્યતા : જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયમ મહાદેવનું સ્થાપન કરવામાં આવ્યું હોવાની માન્યતા જોવા મળે છે. મહાદેવની સ્થાપન વખતે ભગવાન સ્વામિનારાયણે હર કોઈ શિવ ભક્તોના સંકલ્પ દેવાદિદેવ મહાદેવ અને માતા પાર્વતી સાકાર રૂપે પૂર્ણ કરે તેવી પૂજા કરીને શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિનું સ્થાપન કર્યું હતું. ત્યારથી મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે તેને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પણ શિવ ભક્તો પૂજી રહ્યા છે. સિદ્ધેશ્વર મહાદેવનામાં આસ્થા ધરાવનાર મહાદેવના સાકાર રૂપે દર્શન કરવાથી તેના કર્મ બંધનની પીડા માંથી મુક્તિ મળે છે તેવો અહેસાસ સાકાર સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પ્રાપ્ત કરી રહ્યા છે.

સાકાર સિદ્ધેશ્વર મહાદેવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર : ધાર્મિક માન્યતા અનુસાર 18 મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા ભોળાનાથની સાકાર રૂપે પૂજા કરવામાં આવી હતી. ભગવાન હિમાલય પર્વત પરથી ધ્યાના અવસ્થામાંથી જ્યારે પ્રફુલ ચિતે બહાર આવે છે તે પ્રકારના દર્શન સાકાર સ્વરૂપે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના થઈ રહ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવ પર અભિષેક અન્નકોટ રુદ્ર પાઠ તેમજ દરરોજ 11 ત્રજાર બિલ્વપત્રના અભિષેકથી શ્રાવણ માસની ધાર્મિક ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન પણ મંદિર દ્વારા કરાયું છે.

આધી વ્યાધી અને ઉપાધિમાંથી અપાવે છે મુક્તિ સિધેશ્વર મહાદેવ શિવ ભક્તોની તમામ શ્રદ્ધા અને સંકલ્પોને પૂર્ણ કરતા હોવાને કારણે પણ શિવ ભક્તોમાં સિદ્ધેશ્વર મહાદેવ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. સંસારિક જીવનમાં આવેલા તમામ કષ્ટો અને પીડાને સાકાર રૂપે બિરાજતા દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ નિરાકરણ કરતા હોવાની ધાર્મિક માન્યતા આજે પણ અકબંધ જોવા મળે છે. સિદ્ધેશ્વર મહાદેવ સંકલ્પ સિધ્ધ કરતા હોવાને કારણે પણ સાંસારિક જીવનમાં સંતાન પ્રાપ્તિ થતી હોવાની પણ અનેક માન્યતાઓ મહાદેવના મંદિર સાથે જોડાયેલી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવ ભક્તો ભગવાન ભોળાનાથના સિદ્ધેશ્વર મહાદેવના રૂપમાં સાકારરૂપે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

  1. શિવ શંકરના નાદ સાથે શ્રાવણ શરૂ : સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતી સાથે મહાદેવ આપી રહ્યા છે દર્શન
  2. જૂનાગઢમાં વિશ્વમાં એકમાત્ર મૂર્તિ સ્વરૂપે પાર્વતીજી સાથે બિરાજે છે સિદ્ધેશ્વર મહાદેવ
  3. ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે જૂનાગઢનું આ સિદ્ધેશ્વર મહાદેવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.