ETV Bharat / state

Junagadh News : ઓછા પાણીની ખેતી અંગેનો પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ થયો પસંદ, કાથરોટાની સરકારી શાળાની વિદ્યાર્થિનીઓનું સાહસ - વિદ્યાર્થિની

જૂનાગઢ તાલુકાના કાથરોટા ગામની સરકારી માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીએ ઓછા પાણીની ખેતીને લઈને એક સંશોધનાત્મક પ્રોજેક્ટ બનાવ્યો છે, જેને રાજ્ય કક્ષાએ પસંદ કરવામાં આવ્યો છે. ઓછા પાણીની વચ્ચે પણ ખેડૂતો કૃષિ પાકોનું ઉત્પાદન લઈ શકે તેને લઈને આ પ્રોજેક્ટમાં ઉપાયો દર્શાવાયા છે.

Junagadh News : ઓછા પાણીની ખેતી અંગેનો પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ થયો પસંદ, કાથરોટાની સરકારી શાળાની વિદ્યાર્થિનીઓનું સાહસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 3:06 PM IST

ઉપાયો દર્શાવાયા

જૂનાગઢ : ઓછા પાણીની ખેતી માટે જૂનાગઢની સરકારી શાળાની વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ કર્યો છે. જૂનાગઢ તાલુકાના કાથરોટા ગામની સરકારી માધ્યમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ ઓછા પાણીની ખેતીને લઈને એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યો છે. આગામી દિવસોમાં સમગ્ર પ્રોજેક્ટને લઈને બંને વિદ્યાર્થિનીઓ દ્વારા તેનું નિદર્શન પણ કરાવવામાં આવશે.

વિદ્યાર્થિનીનું સંશોધન : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન પણ અને ત્યાર બાદની બે ઋતુમાં ઓછા પાણીની પરિસ્થિતિની વચ્ચે કઈ રીતે ઉત્પાદન સાથે ગુણવત્તાયુક્ત કૃષિ પાકો લઈ શકાય તેને લઈને આ બંને વિદ્યાર્થિનીઓએ સંશોધન કર્યું છે. ખાસ કરીને ચોમાસાના દિવસો દરમિયાન પણ વરસાદની ખેંચ ધરાવતા વિસ્તારોમાં આ પ્રયોગ ખૂબ જ આવકારદાયક બની શકે છે.

ખાસ કરીને આપણા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અચોક્કસ બની રહ્યું છે. આવા સમયે પરંપરાગત ચોમાસું ખેતીની જગ્યા પર ઓછા વરસાદમાં પણ જમીનનો ભેજ જાળવીને ખેતી કરવામાં આવે તો તેમાં સારા ઉત્પાદનની સાથે ગુણવત્તા યુક્ત કૃષિ પાકો ખેડૂતો મેળવી શકે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની પેટર્ન બદલાય છે. આવા સમયે કેટલાક વિસ્તારોમાં ચોમાસુ ખેતી દરમિયાન વરસાદી પાણીની ખેંચ પણ જોવા મળે છે ત્યારે તેમના પ્રોજેક્ટમાં જે સૂચનો કરાયા છે તે મુજબ કોઈપણ ખેડૂત તેને અપનાવે તો ઓછા વરસાદમાં પણ સારી કૃષિ પેદાશો ગુણવત્તા યુક્ત મેળવી શકે છે... યોગી ડાબરીયા ( સંશોધક વિદ્યાર્થિની )

પ્રોજેક્ટના અમલથી ઉત્પાદન વધવાની શક્યતા : ઓછા પાણીએ સફળતાપૂર્વક ખેતીનો પ્રોજેક્ટ ખાસ કરીને ડ્રીપ ફુવારા અને મલચિંગ પદ્ધતિમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. વર્તમાન સમયમાં ખેડૂતો મલચિંગ માટે પ્લાસ્ટિકની કોથળીઓનું સહારો લે છે, જે જમીનમાં નુકસાન કરવાની સાથે જમીનને પ્રદૂષિત પણ કરે છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ ખેડૂત મલ્ચીગ માટે સૂકી મગફળીના પાંદડા કેળાના પાન કે અન્ય વૃક્ષના પાન નો ઉપયોગ મલચિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળીના વિકલ્પમાં કરે તો તેના થકી જમીનનો ભેજ પણ જળવાઈ રહે સાથે સાથે જે નિંદામણની સમસ્યા છે તે પ્રાકૃતિક મલ્ચીગ થી દૂર થાય છે. સૌથી મોટો ફાયદો એ કે પ્રાકૃતિક રીતે કરેલું મલ્ચીગ જમીનમાં ભળી જાય છે અને ઉત્તમ પ્રકારનું ખાતર પણ બને છે.

  1. Paddy Cultivation: નવસારીમાં ડાંગરની ખેતી બની ખર્ચાળ, મજૂરીના ભાવમાં વધારો છતાં નથી મળતાં શ્રમિકો
  2. Junagadh Sitafal Cultivation : સોરઠ પંથકમાં સીતાફળનું અનેરુ માન, ચાલુ વર્ષે સીતાફળની મીઠાશ ફીક્કી પડશે ?
  3. Cultivation of wheat : હવે ખેડૂતો ઘઉંની ખેતીમાં ઓછા ખર્ચે નફો વધુ કરી શકશે, સમગ્ર ભારત માટે ઘઉંની પાંચ નવી જાતો તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.