જૂનાગઢ : હાથી ઘોડા માકડ મચ્છર ને મંકોડી સાથે બુચ ને પંચોલી આવી અટપટી અટકો ને લઈને નાગર જ્ઞાતિની વિશેષ ઓળખ આખા વિશ્વમાં થાય છે. આવી અટપટી અટકો નાગર જ્ઞાતિ સિવાય અન્ય કોઈ જ્ઞાતિમાં આ પ્રકારની અટકો હોય તેવું જોવા મળતું નથી. સામાન્ય રીતે આ બધા પશુ પક્ષી કે અન્ય જીવ જંતુઓના નામ સાથે સુમેળ ધરાવે છે માકડ ઘોડા હાથી મંકોડી આવી કોઈપણ પરિવારની અટક પણ હોઈ શકે તેવું એકમાત્ર નાગર પરિવારમાં જ જોવા મળે છે.
અપભ્રંશને કારણે આવી : નાગરી નાતની નોખી અનોખી અટકો બુચ પોટા પંચોલી વૈદ અને બક્ષી આ પ્રકારની અટકો કેટલાક કિસ્સાઓમાં મજાક અને હળવી મજાક મસ્તી કરવા માટે પણ આવી અટકો ધરાવતા નાગર પરિવારોને લોકો આજે બોલાવે છે ઘોડા હાથી બુચ કે મંકોડી આ પ્રકારનું જે તે વ્યક્તિ કે પરિવારને સંબોધન નાગર જ્ઞાતિમાં ક્યારે નીચા જોવા પણાનો અહેસાસ કરાવતું નથી. હાથી-ઘોડા અને અન્ય અટકો ઈતિહાસકારોના મતે અપભ્રંશ થવાને કારણે અસ્તિત્વમાં આવી અને આજે તે નાગરી નાતની વિશેષ ઓળખ બની રહી છે
ઘોડા માંકડ મચ્છર મંકોડી બુચ ને પંચોલી પ્રકારની અટકો નાગર પરિવારોમાં અપભ્રંશ થવાને કારણે આવી છે. વર્ષો પૂર્વે કોઇપણ ગામમાં રહેતા વ્યક્તિની અટક તેના ગામના નામ પરથી નક્કી થતી હતી. ઘોડાદ્રા ગામના રહેવાસીની અટક ઘોડાદ્રા હતી. સમય જવાને કારણે ધીરે ધીરે તેમાં અપભ્રંશ થયો અને ઘોડાદ્રા અટકમાંથી આજે ઘોડા અટક કાયમી અસ્તિત્વમાં આવી ગઈ. આ જ પ્રકારે પોટા વૈધ સ્વાદિયા અંજારિયા લવિંગિયા ખારોડ વછરાજાની અંતાણી મુનશી અને બક્ષી અટક પણ અપભ્રંશ થવાને કારણે સર્જાઈ છે અને તે હવે નાગર પરિવારની કાયમી ઓળખ બની ચૂકી છે..હરીશ દેખાઈ(ઇતિહાસકાર)
હસીમજાક છતાં પણ અટક પર અનુભવે છે ગર્વ : ઘોડા માકડ મચ્છર મંકોડી બુચ અને પોટા આ એવી અટકો છે જેને પ્રથમ વખત સાંભળવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની મજાક કરવામાં આવી હોય તેવું સામાન્યપણે કહી શકાય. પરંતુ જૂનાગઢમાં રહેતા અનેક નાગર પરિવારોની અટક માકડ મચ્છર મંકોડી હાથી ઘોડા અને પોટા કેટલાય કિસ્સાઓમાં આ અટકો મજાક અને હસી મજાકનું પાત્ર બનતી હોય છે. પરંતુ નાગર પરિવારો આવી વિશેષ અટક તેમને મળી છે તેમનું ગર્વ અને અભિમાન પણ કરે છે. કોઈ પણ વ્યક્તિ હસી મજાકમાં પણ તેને ઘોડા હાથી માકડ કે મચ્છર કહીને બોલાવે તો પણ જરા ખોટું લગાડતા નથી અને હોંશે હોંશે બોલાવનાર પ્રત્યેક વ્યક્તિને ખૂબ જ સરળતાથી જવાબ પર આપે છે.
હાથી ઘોડા આ પ્રકારની અટક રાજ દરબારી વખતે હાથી અને ઘોડાની સંભાળ અને દેખરેખ માટે જેને નિમવામાં આવતા હતા તેના પરથી તેમની અટક હાથી અને ઘોડા પડી ગઈ. જે આજે કાયમી ઓળખ બની ચૂકી છે. મારા લગ્ન હાથી પરિવારમાં થયા હતાં. ત્યારે મંકોડી પરિવારે લગ્નના સમયે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી આવો નારો બોલાવ્યો હતો જે આજે પણ ખૂબ જ મજાકના રૂપમાં યાદ આવે છે...મેઘલ ઘોડા(નાગર)
મયુરકાન્ત હાથીએ જણાવ્યો પ્રતિભાવ : તો અટપટી અને હસી મજાકની અટકને લઈને મયુરકાંત હાથી જણાવે છે કે ઘણી વખત કોઈ સરનેમને લઈને મજાકના રૂપમાં ઉચ્ચારણ કરીને એ હાથી અહીં આવ તેમ બોલાવતા હોય છે. આજે પણ આ પ્રથા સતત જોવા મળે છે. શરૂઆતના દિવસોમાં કોઈ એ હાથી અહીંયા આવ આવું કહીને ઉચ્ચારણ કરે તો થોડું અજુગતું અને દુઃખ લાગતુ હતું. પરંતુ હવે આ જીવનની એક સામાન્ય બાબત બની ચૂકી છે અને કોઈ પણ વ્યક્તિ હાથીના ઉચ્ચારણ કરીને તેમને બોલાવે તો જરા પણ ખોટું નથી લાગતું. સાથે તેમને કોઈ ખૂબ જ માનપૂર્વક બોલાવી રહ્યા છે તેનો અહેસાસ તેની હાથી અટક કરાવે છે.