ETV Bharat / state

International Mothers Day 2023 : પ્રતિમા સ્વરૂપે માતાની સતત સહાનુભૂતિની વચ્ચે થઈ રહી છે મધર દિવસની ઉજવણી - માતાની પૂર્ણ કદની પ્રતિમા

ઇન્ટરનેશનલ મધર્સ ડે જૂનાગઢમાં વસતી ત્રણ પુત્રીઓનો માતૃપ્રેમ એવી મિશાલની વાત કરીએ. માતાની સતત યાદગીરી નજર સમક્ષ સર્જી દીધી. હીરાબેન જોશીની ત્રણ પુત્રીઓ દ્વારા માતાની પૂર્ણ કદની પ્રતિમા બનાવીને ઘરમાં સ્થાપિત કરી છે. એટલું જ નહીં તેમના તમામ દૈનિક કાર્યોમાં પણ માતાને એકક્ષણ પણ અળગી કરતાં નથી.

International Mothers Day 2023 : પ્રતિમા સ્વરૂપે માતાની સતત સહાનુભૂતિની વચ્ચે થઈ રહી છે મધર દિવસની ઉજવણી

author img

By

Published : May 14, 2023, 6:22 AM IST

અનોખો માતૃપ્રેમ

જૂનાગઢ : ઇન્ટરનેશનલ મધર્સ ડે પર જૂનાગઢવાસીઓ પણ પોતાની માતાના સંસ્મરણો વાગોળી રહ્યાં છે. જેમાં જોશી પરિવારની ત્રણ પુત્રીઓનો માતૃપ્રેમ કંઇક અનોખો જણાઇ આવશે. કારણ કે આ ત્રણે પુત્રીઓએ પોતાની દિવંગત માતાની સ્મૃતિ સદા જળવાઈ રહે તે માટે ઘરમાં તેની પ્રતિમાનું સ્થાપન કરીને દરરોજ સુખદુઃખના પ્રસંગોમાં માતાની સૂક્ષ્મ ઉપસ્થિતિનો અહેસાસ કરીને તમામ સમસ્યાનું નિરાકરણ મેળવતી રહી છે.

માતાનું પૂજન કરતી પુત્રીઓ
માતાનું પૂજન કરતી પુત્રીઓ

માતાની પ્રતિમાની પુત્રીઓ દ્વારા પૂજા : ઇન્ટરનેશનલ મધર્સ ડે 2023ની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આ દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવાની પરંપરા જૂનાગઢમાં જોવા મળે છે. માતા અને સંતાનો વચ્ચેના અટૂટ નાતાની ગાથાઓ કહેવા સાંભળવાના મહિમામાં જૂનાગઢમાં રહેતી જોષી પરિવારની ત્રણ દીકરીઓની વાત પણ કરી શકાય જેમણે માતાની પૂર્ણ કદની પ્રતિમા બનાવીને તેમની સમક્ષ હોય તે રીતે જ તમામ કામકાજ કરે છે.

  1. World Mother Day 2023 : ઓટીસ્ટિક દીકરી માટે અતિવિષમ સંજોગોમાં પણ બન્યાં ડિસ્કલેેશિયા થેરાપિસ્ટ, માતા લતા ઐયરની સંઘર્ષકથા
  2. Mothers Race in Brhamanvada : પુત્રના સારા સ્વાસ્થ્યની કામના માટે જ્યાં વિદેશથી આવીને માતાઓ લગાવે છે દોડ
  3. કચ્છના મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

દરેક દિવસ મધર ડે : તેઓએ પોતાની માતા હીરાબેન જોશીની સ્મૃતિ અને તેમના આશીર્વાદની સાથે અનુભૂતિ સતત જળવાઈ રહે તે માટે આજથી બે વર્ષ પૂર્વે માતાની પૂર્ણ કદની પ્રતિમા ઘરમાં બેસાડી છે. દિવસના ત્રણ વખત માતાની પ્રતિમાની પૂજા આરતીની સાથે ભોજન ધરાવવા સહિત તમામ સુખ દુઃખના કાર્યોમાં માતાને હાજર રાખીને હીરાબેન જોશીની ત્રણેય પુત્રીઓ જીયા કલ્પના અને સોનિયા જોશી માતાની પૂજા કરી રહી છે.

આજના આધુનિક સમયમાં મધર દિવસના દિવસે વૃદ્ધાશ્રમમાંથી એક વૃદ્ધ માતા કે પિતા ફરી તેના ઘરે પરત ફરે તેનાથી મોટી ઉજવણી આજના દિવસની ન હોઈ શકે. વૃદ્ધાશ્રમ સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. પ્રત્યેક સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થા અને અંતિમ દિવસો દરમિયાન સાચી સેવા કરે તો માતા કે પિતા દિવસની ઉજવણી કરવાનો સમય આપણે નહીં જોવો પડે. પ્રત્યેક સંતાન પોતાની નૈતિક ફરજ ગુમાવતા જાય છે જેથી સભ્ય સમાજમાં માતાપિતાનું સ્થાન અને તેની સ્થિતિ સતત ચિંતાજનક છે... જીયા જોષી (હીરાબેન જોશીનાં પુત્રી)

માતાની સતત યાદ જાળવવાનો હેતુ : માતાની સૂક્ષ્મ હાજરીનો સતત અહેસાસ માતાની પ્રતિમા દ્વારા મળતો રહે છે તેવો પણ અહેસાસ ત્રણેય દીકરીને થતો રહે છે. માતાના અવસાનના સમાચાર મળતાં કેવી લાગણી અનુભવી અને તેમની યાદ ઘરમાં સતત જળવાય તે માટે પ્રતિમા બનાવાઇ છે તેમ હીરાબેનના પુત્રી કલ્પનાએ જણાવ્યું હતું.

માતા હીરાબેન જોશીનું અવસાન થયું છે આ સમાચાર મળતા જ પગ તળેથી જમીન ખસી ગઈ હોય તેવો અહેસાસ થયો હતો. માતાની સતત હાજરી અને તેમનું માર્ગદર્શન હવે કઈ રીતે પ્રાપ્ત થશે તેની ચિંતામાં પણ સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેમ છતાં કુદરતના આ સત્યનો સ્વીકાર કરીને માતાની સદેહે હાજરી નહીં પરંતુ પ્રતિમાના રૂપમાં વિચારોની સાથે અનુભૂતિ પૂર્વકની માતાની યાદ ઘરમાં સતત જોવા મળે તે માટે માતાની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરી છે. આજે જીવનના તમામ ખાટામીઠા સારાનરસા પ્રસંગો તેમની સામે મૂકવામાં આવે છે અને તેનું સમાધાન પણ થઈ રહ્યું છે... કલ્પના જોષી હીરાબેન જોશીનાં પુત્રી

તમામ દિનચર્યામાં શામેલ : અમારા માટે માતા એ જ ભગવાન હીરાબેન જોશીની ત્રીજી પુત્રીએ પોતાની માતાને યાદ કરતાં માતાને ભગવાનનું સ્વરુપ ગણાવી હતી. તેઓની માતાની અનુભૂતિ સતત કરી રહ્યા છે અને જીવનની તમામ દિનચર્યા પહેલા પણ સદેહે માતાની સમક્ષ હાજરીથી શરૂઆત થતી હતી તેવી જ રીતે આજે પણ કરે છે.

અમારા માટે ભગવાન એ જ માતા અને માતા એ જ ભગવાન. આજે પણ માતાની પ્રતિમા સામે તેમના અસ્તિત્વની અનુભૂતિ કરીને દિવસની શરૂઆત થાય છે સવારના ચા થી લઈને દિવસ માં ત્રણ વખત પીરસવામાં આવતુ ભોજન પ્રસાદ અને તેમની તમામ પ્રકારની દેખભાળ જે સદેહે થતી હતી તે આજે મૂર્તિવત બનેલી મા ની કરવામાં આવે છે અમારા માટે માં થી મોટા ભગવાન પહેલા પણ ન હતા અને આજે પણ નથી... સોનિયા જોશી હીરાબેન જોશીનાં પુત્રી

માતા માટે ભાવનીતરતા પ્રેમની મિશાલ : જનનીની જોડ સખી નહી જડે રે લોલ જેવા કાવ્યોમાં જોવા મળતા માતૃપ્રેમની ઊભરાતી લાગણીની આ વાતનો અનુભવ જૂનાગઢના જોશી પરિવારની ત્રણેય પુત્રીઓના માતૃપ્રેમમાં નીતરતો જોવા મળે છે. ત્યારે ઇન્ટરનેશનલ મધર્સ ડેના દિવસે ઘરમાંજ હરતાંફરતાં તીર્થસમાન માતાની પૂજા માટે આ ત્રણેય દીકરીઓએ વધુમાં કંઇ કરવાની જરુર લાગે ખરી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.