ETV Bharat / state

Junagadh News : વાતાવરણની અનુકૂળતા અને યોગ્ય બિયારણની પસંદગી કરીને શિયાળુ પાકોનું વાવેતર કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ખેડૂતોને સલાહ - બિયારણની પસંદગી

શિયાળુ પાકના વાવેતરને લઇને મહત્ત્વની સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વાતાવરણની અનુકૂળતા અને યોગ્ય બિયારણની પસંદગી કરીને શિયાળુ પાકોનું વાવેતર કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.

Junagadh News : વાતાવરણની અનુકૂળતા અને યોગ્ય બિયારણની પસંદગી કરીને શિયાળુ પાકોનું વાવેતર કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ખેડૂતોને સલાહ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 4:57 PM IST

કૃષિ વૈજ્ઞાનિકની ખેડૂતોને સલાહ

જૂનાગઢ : ખરીફ સીઝન પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવનારા દિવસોમાં રવિ સિઝનને લઈને પણ ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાતા જોવા મળશે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ ખેડૂતોને શિયાળુ પાકોના વાવેતર કરવાની લઈને કેટલીક તકેદારીની સાથે સાવચેતી રાખવાની ભલામણ કરી છે. વાતાવરણની અનુકૂળતા બિયારણની પસંદગી અને જમીનમાં ભેજની સાથે પાણીની વ્યવસ્થાને ધ્યાને રાખીને ખેડૂતોએ શિયાળુ પાકોની પસંદગી અને તેના વાવેતરની તૈયારીઓ શરૂ કરવી જોઈએ તેવો અભિપ્રાય આપવામાં આવ્યો છે.

ખેડૂતોએ ચોમાસુ પાક બાદ શિયાળુ પાકના વાવેતરને લઈને ખૂબ જ ગંભીરતાથી આગળ વધવું જોઈએ. ખાસ કરીને બિયારણની પસંદગી કરવાને લઈને ખેડૂતો ચોક્કસ બને. જે બિયારણનું વાવેતર કરવું છે, તેનું પ્રારંભિક ધોરણે તેમના ઘરમાં ક્યારા મારફતે પણ ચકાસણી કરવી જોઈએ. બિયારણની ગુણવત્તા બિયારણનો ઉગાવો પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ખેડૂતોએ ઘનિષ્ટ વાવણી કરવાથી પણ દૂર રહેવું જોઈએ. વધુમાં આ વર્ષે ચોમાસાના અંતિમ દિવસોમાં વરસાદનું પ્રમાણ નહીંવત જોવા મળ્યું છે. જેને કારણે આ વખતે જીરુંનું વાવેતર વધુ થાય તેવી શક્યતાઓ છે. પરંતુ જમીનની ગુણવત્તા અને ખાસ કરીને વાતાવરણના ભેજને ધ્યાને રાખીને જીરુનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ઉત્પાદન મળી શકે છે. ડો. જી. આર. ગોહિલ (કૃષિ વૈજ્ઞાનિક)

સાવચેતી સાથે કરો શિયાળુ પાકોનું વાવેતર : ખરીફ સીઝન બિલકુલ પૂર્ણ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં ખેડૂતો શિયાળુ પાકો લેવાને લઈને તૈયારીઓ શરૂ કરતાં જોવા મળશે. વાવેતર કરતી પૂર્વે ખેડૂતોએ વિશેષ પ્રકારની સાવચેતી અને તકેદારીનું પાલન કરવાની સાથે શિયાળુ પાકોના વાવેતર કરવું જોઈએ તેવી ભલામણ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી રહી છે. ખરીફ સીઝનમાં જે પાક લીધો હોય તેની અદલાબદલી કરીને શિયાળુ પાકોનું વાવેતર કરવું જોઈએ. શિયાળુ પાકોના વાવેતર પૂર્વે જમીનની ગુણવત્તા પાણીની ઉપલબ્ધતા અને વાતાવરણમાં ભેજની સાથે યોગ્ય પ્રકારના બિયારણની પસંદગી કરીને ખેડૂતોએ શિયાળુ પાકોના વાવેતર કરવા તરફ આગળ વધવું જોઈએ.

તાપમાન અને વાતાવરણનો ભેજ મહત્વનો : શિયાળો પાકોના વાવેતર કરતાં પૂર્વે જમીનનું તાપમાન અને વાતાવરણમાં ભેજ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. સોરઠ પંથકમાં શિયાળુ પાકો તરીકે ઘઉં ચણા, ધાણા જીરૂ સહિત કેટલાક કઠોળ વર્ગની કૃષિ પાકોનું વાવેતર શિયાળા દરમિયાન થતું હોય છે. ત્યારે ખાસ કરીને જીરું અને ઘઉં જેવા પાકમાં તાપમાન અને વાતાવરણમાં રહેલો ભેજ પ્રતિકૂળ કે અનુકૂળ અસરો ઊભો કરી શકે છે. વર્તમાન સમયમાં દિવસનું તાપમાન 35 થી 38 ડિગ્રી એ જોવા મળે છે. જે કોઈપણ શિયાળુ પાકો માટે અનુકૂળ માનવામાં આવતું નથી. જેથી દિવસનું સરેરાશ તાપમાન 30 ડિગ્રીની આસપાસ પહોંચે ત્યાર બાદ ખેડૂતોએ શિયાળુ પાકોના વાવેતર કરવાને લઈને આગળ આવવું જોઈએ. વાવેતર કરતાં પૂર્વે ખેડૂતોએ જમીનની પીએચ વેલ્યુ પણ તપાસી લેવી જોઈએ, જેથી કરીને શિયાળુ પાકોના વાવેતર અને ત્યારબાદ ઉત્પાદનમાં કોઈ વિપરીત અસરો ઊભી ન થાય.

  1. Junagadh News : કેશોદના પટેલ દંપતિનો દેશી જાતના શાકભાજીના બિયારણને સાચવણી અને લોકોમાં પ્રચારનો પ્રયાસ
  2. શું હવે સમી કૃષિ બિયારણ મંડળી પણ હવે કૌભાંડ કરવાની તૈયારીમાં....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.