ETV Bharat / state

Pylons Making Workshop : જૂનાગઢ સંગ્રહાલય દ્વારા તોરણ બનાવવાના વર્કશોપનું આયોજન, બેંગ્લોરના વિશેષજ્ઞની ખાસ ઉપસ્થિતિ - બેંગ્લોરના વિશેષજ્ઞ શિલ્પા સાગર

નવરાત્રી અને દિવાળીના તહેવારને ખાસ ધ્યાનમાંં રાખીને જૂનાગઢ સંગ્રહાલય દ્વારા તોરણ બનાવવાના એક ખાસ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બેંગ્લોરના તોરણ બનાવવાના વિશેષજ્ઞ શિલ્પા સાગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જૂનાગઢના યુવકો અને યુવતીઓને તોરણ બનાવવાને લઈને તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Pylons Making Workshop
Pylons Making Workshop
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 12:25 PM IST

જૂનાગઢ સંગ્રહાલય દ્વારા તોરણ બનાવવાના વર્કશોપનું આયોજન

જૂનાગઢ : હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પ્રકાશનું પર્વ દિવાળી પણ આવી રહ્યું છે. આવા સમયે જૂનાગઢ સંગ્રહાલય દ્વારા શહેરના યુવાનો અને યુવતીઓ તેમજ મહિલાઓ માટે તહેવારોના સમયમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ તહેવારમાં ખૂબ જ મહત્વના મનાતા તોરણ બનાવવાને લઈને એક કાર્યશાળાનું આયોજન જૂનાગઢ સંગ્રહાલયના ઓપેરા હાઉસમાં કરવામાં આવ્યું હતું.

વિશેષ વર્કશોપનું આયોજન : આ વર્કશોપમાં ઉભરતા કલાકારોનું માર્ગદર્શન પૂરું પાડવા માટે ખાસ બેંગ્લોરથી આવેલા શિલ્પા સાગર વિશેષ ઉપસ્થિત રહીને જૂનાગઢના યુવક-યુવતીઓ અને મહિલાઓને તહેવારોના સમયમાં તોરણ બનાવવાને લઈને તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તહેવારોમાં તોરણનું મહત્વ : નવરાત્રીથી લઈને દેવ દિવાળી સુધી તહેવારોની એક વિશેષ હારમાળાનું સર્જન થતું હોય છે. દોઢ મહિના સુધી એક પછી એક વિક્રમ સંવતનો તહેવાર આવતો હોય છે. તે દરમિયાન પ્રત્યેક ઘર, મંદિર, કામ કરવાની જગ્યા, ઓફિસ અને મોટાભાગના તમામ સ્થળો પર તોરણ લગાવવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢની મહિલાઓ અને યુવક-યુવતીઓ આવનારા દિવાળીના તહેવારો સુધી વિશેષ આવડત અને અવનવી ડિઝાઇન સાથેના તોરણ તૈયાર કરે તે માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું.

બેંગ્લોરના વિશેષજ્ઞનું માર્ગદર્શન : યુવાન-યુવતીઓ અને મહિલાઓને વિશેષ પ્રકારના તોરણ બનાવવાની તાલીમમાં તેમજ માર્ગદર્શન આપવા માટે બેંગ્લોરથી આવેલા શિલ્પા સાગર ગુજરાતના યુવાન અને યુવતીઓમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ બનાવવાની લઈને ઉત્સાહ જોવા મળ્યો તેને લઈને ખુશ થયા હતા. ખાસ કરીને ગુજરાતી લોકોની ક્રિયાશીલતાને પણ તેઓએ ખૂબ જ આનંદ સાથે નજીકથી અનુભવી હતી.

  1. Navratri 2023: આબુના જગન્નાથગીરીજીનું જૂનાગઢમાં નવરાત્રિ દરમિયાન અનોખું અનુષ્ઠાન, શરીરે ઉગાડશે જવારા
  2. Mahabat Maqbara : જૂનાગઢનો સદી જૂનો મહોબત મકબરો, એવી ધરોહર જેમાં છે અદ્ભૂત સ્થાપત્ય અને વારસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.