જૂનાગઢ મનપાના કાયમી કર્મચારીઓ દ્વારા સંચાલિત ક્રેડિટ કો-ઑપરેટીવ સોસાયટીએ અનુકરણીય નિર્ણય લીધો છે. ક્રેડીટ સોસાયટીના સભ્યોને દિવાળીના બોનસમાં હેલ્મેટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર મેયર સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપી હતી. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ તેમના પારિવારિક સ્મરણોને યાદ કરીને હેલ્મેટનું મહત્વ અને હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ તે અંગે કર્મચારીઓને સમજ આપી હેલ્મેટ પહેરવા આગ્રહ કર્યો હતો. સરકારે બનાવેલ કાયદાનો લોકો ચુસ્તપણે અમલ કરે તેવી અપીલ મનપા કમિશ્નરે કરી હતી. ગુજરાતમાં 15 ઓક્ટોબરથી ટ્રાફ્રિકના નિયમોનો અમલ થશે.