ETV Bharat / state

Junagadh Majevadi Dargah : મજેવડી તોફાનીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ

author img

By

Published : Jun 28, 2023, 10:41 PM IST

જૂનાગઢ પાસે મજેવડી દરગાહના તોફાનીઓને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાના કેસમાં હાઇકોર્ટ રાજ્ય સરકાર પાસે નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. 17 જુલાઈ સુધીમાં સરકારને હાઇકોર્ટમાં જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Junagadh Majevadi Dargah : મજેવડી તોફાનીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ
Junagadh Majevadi Dargah : મજેવડી તોફાનીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ

અમદાવાદ : જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને નોટિસ પાઠવવામાં આવતા તોફાનો ફાટી નીકળ્યા હતા. એમાં પોલીસોએ તોફાનીઓની જાહેરમાં માર માર્યો હતો તેની સામે હાઇકોર્ટમાં નોટીસ દાખલ કરવામાં આવી છે. જેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આ જાહેર હિતની અરજી પર આજની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને રાજ્ય સરકારને 17 જુલાઈ સુધીમાં જવાબ આપવા માટે આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુલ આઠ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં પાંચ મુસ્લિમ સમુદાયના અને ત્રણ હિન્દુ સમુદાયના હતા. આ નોટિસમાં જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી રેશમતાપીર બાબાની દરગાહ પણ હતી. જેમાં ગેરકાનૂની બાંધકામ કરીને દરગાહના આધાર પુરાવા રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રસ્ટની નોટિસ આપવામાં આવી હતી.

પોલીસે ઉભા રાખીને ફટકાર્યા : જોકે આ નોટિસ આપ્યા બાદ જૂનાગઢનું વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાનો ફાટી નીકળ્યા હતા. પોલીસ દ્વારા આ તોફાનને કાબુમાં મેળવવા માટે આરોપીઓને ઉભા રાખીને ફટકારવામાં આવ્યા હતા. આ આરોપીઓ દ્વારા હવે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પોલીસે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના તેમની સામે અત્યાચાર ગુજાર્યો છે.

પોલીસ જાહેરમાં માર મારી શકે નહીં : ગુજરાત હાઇકોર્ટમાં PIL લોક અધિકાર સંઘ અને માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી દ્વારા આ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે પોલીસે કોઈપણ પ્રકારની કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના અને કોર્ટમાં આરોપીઓ હજુ ગુનેગાર પણ સાબિત થયા ન હતા, ત્યારે તેમને માર મારવો એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આવી રીતે જાહેરમાં કોઈને પણ માર મારી શકાય નહીં તેથી આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવે. ત્યારે આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે પબ્લિક પ્રેસિપ્યુટરને આપવા જણાવીને આગામી સુનાવણી 28 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

લોકોનું ટોળું ભેગુ થઈ ગયુ હતું : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યારે આ નોટિસ આપવામાં આવી હતી, ત્યારે દરગાહ તોડી પાડવામાં આવશે તેવા સાથે વાતાવરણ સંઘ બની ગયું હતું. 16 જૂન શુક્રવારની મધ્ય રાતીથી જ આશરે જૂનાગઢમાં તોફાનો ચાલુ થઈ ગયા હતા. જેમાં લગભગ 2000 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ ટોળા દ્વારા એસટી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં તેમના પર પોલીસ સરકારી કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે દરગાહ પાસે પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલાક આરોપીઓને ઉભા રાખીને તોફાન કરવા બદલ ફટકાર્યા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

  1. Demolition Illegal Religious Places : ગુજરાતમાં અનેક ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો તોડી નખાયા, ક્યાં ક્યાં જૂઓ
  2. Junagadh Mob Violence: દરગાહ કેસમાં પોલીસ સામે કોર્ટમાં અરજી, માનવ અધિકારોના ઉલ્લંઘનનો દાવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.