જ્યારે રાજ્યની અન્ય 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં જૂનાગઢ 13 લોકસભાનાસાંસદ રાજેશ ચુડાસમા બાબતે કોંકડુ ગુચવાતાં તેના સમર્થકો અને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રાજેશ ચુડાસમાના સમર્થકોએ રાજેશના ફોટાઓ અને બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ ભાજપની સફળતા વર્ણવી હતી, અને કોંગ્રેસ જાહેર કરેલ 72 હજારની સ્કીમને લોભામણી ગણાવી હતી. તો નવોદીતપ્રધાનજવાહર ચાવડાએ ભાજપની યશગાથા વિશે જણાવ્યુંહતું. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ પોતે 1.35 લાખની લીડથી જીત્યા હતા. પરંતુ ભાજપ જેને પણ ટીકીટ આપે તેને સારથી બની 1.50 લાખની લીડ સાથે કમળ આ જીલ્લામાં ખીલવશે તેવું જણાવ્યુ હતું.