જૂનાગઢ: નાગર ગૃહસ્થો આજે પણ પીવા અને ખોરાક બનાવવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. 100 વર્ષ જુના મકાનોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે મકાનની અંદર ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સંગ્રહ થયેલું પાણી સમગ્ર વર્ષ દરમિયાન પીવા તેમજ ખોરાક રાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભૂગર ટાંકાની વ્યવસ્થા નવાબી કાળમાં બનેલા રહેણાંક મકાનોમાં જોવા મળે છે. હાલ ખૂબ જૂજ પ્રમાણમાં આ પ્રકારના 100 વર્ષ કરતાં પણ વધુ જુના મકાનો જૂનાગઢમાં જોવા મળે છે. જે મકાનો હાલ સારી અવસ્થામાં છે અને તેમાં લોકો પરિવાર સાથે રહેતા જોવા મળે છે. તેવા મકાનોમાં આજે પણ વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકા દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે.
![Junagadh drinking water conservation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-pani-vis-01-byte-01-pkg-7200745_01042023151545_0104f_1680342345_805.jpg)
Junagadh Seed Bank: દેશી જાતના શાકભાજી કઠોળ અને અનાજના બીજને સાચવવાનો ભગીરથ પ્રયાસ
ચોમાસા દરમિયાન વરસાદ ના પાણી થાય છે સંગ્રહ: ચોમાસા દરમિયાન વરસાદનું પાણી તાંબા કે પિત્તળની પાઇપ લાઇન મારફતે અગાસી પરથી સીધું ભૂગર્ભ ટાંકામાં ઉતરી જાય છે જેનો સંગ્રહ કરવામાં આવે છે ઉનાળા દરમિયાન આ પ્રકારના મકાનની અગાસી ખૂબ જ કાળજીપૂર્વક સ્વચ્છ કરવામાં આવે છે ત્યાર બાદ અગાસી પરથી પાણી લઈ જતી પાઇપ લાઇન ને બંધ કરી દેવામાં આવે છે ચોમાસા દરમિયાન વરસાદની શરૂઆત થતા પ્રથમ બે વરસાદનું પાણી અન્ય નિકાસ મારફતે દૂર કરી દેવામાં આવે છે જ્યારે વરસાદની હેલી કે અતિ ભારે વરસાદ પડતો હોય ત્યારે અગાસી પર બહાર નીકળતા પાણીના નિકાસને બંધ કરી દેવામાં આવે છે અને ભૂગર્ભ ટાંકામાં જે પાઇપલાઇન મારફતે પાણી એકત્ર કરવામાં આવે છે તેને ખોલીને વરસાદનું પાણી આ ટાંકામાં સંગ્રહિત કરવામાં આવે છે.
![Junagadh drinking water conservation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-pani-vis-01-byte-01-pkg-7200745_01042023151545_0104f_1680342345_760.jpg)
Unseasonal Rains: મુશ્કેલીનો મેઘો, સૌરાષ્ટ્રમાં 24 કલાક સુધી પડી શકે છે કમોસમી વરસાદ
એક વર્ષ સુધી પાણીનો થાય છે ઉપયોગ: ચોમાસા દરમિયાન સંગ્રહિત થયેલું વરસાદનું શુદ્ધ પીવા લાયક પાણી નો ઉપયોગ વર્ષ દરમિયાન થાય છે પાણીના ટાંકા મકાનની નીચે ભૂગર્ભ મા બનેલા હોવાને કારણે તેમાં એક પણ પ્રકારની અશુદ્ધિ કે સીધો સૂર્યપ્રકાશ નહીં પડતા તે પાણી બિલકુલ સ્વચ્છ જોવા મળે છે વધુમાં વરસાદી પાણીને પૃથ્વી પર સર્વ શ્રેષ્ઠ અને અતિશુદ્ધ માનવામાં આવે છે ત્યારે આ પાણીમાં તમામ મિનરલની સાથે ખનીજો પણ કુદરતી રીતે પૂરતા પ્રમાણમાં હાજર હોય છે જેને કારણે આ પાણી પીવાની સાથે ખોરાક રાંધવા માટે પણ આટલું જ અગત્યનું નાગર પરિવાર માટે બની રહે છે.