ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી - BJP

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે પ્રદેશ ભાજપની સૂચનાથી કણઝા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા શાંતાબેન ખટારીયાની પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના કાર્યકરો અને સાથી સભ્યોએ તેમને અભિનંદન અને પુષ્પગુચ્છ આપી નવી જવાબદારીની શુભકામનાઓ પાઠવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી

author img

By

Published : Mar 17, 2021, 8:18 PM IST

  • ભાજપના શાંતાબેન ખટારીયા બીજી વખત બન્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ
  • નવા પ્રમુખ તરીકે આવતીકાલે વિધિવત પદભાર સંભાળશે
  • વિપુલ કાવાણી ઉપપ્રમુખ અને કંચનબેન ડઢાણીયાને કારોબારી ચેરમેન બન્યાં

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે કણઝા બેઠક પરથી ચૂંટણી જંગ જીતેલા ભાજપના શાંતાબેન ખટારીયાને પક્ષે પ્રમુખ પદની જવાબદારી સોંપી હતી. પ્રદેશ ભાજપ દ્વારા શાંતાબેન ખટારીયાની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સર્વાનુમતે જિલ્લા પંચાયત જૂનાગઢના આગામી પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરી લેવામાં આવી હતી. શાંતાબેનની સાથે વિપુલ કાવાણી ઉપપ્રમુખ અને કંચનબેન ડઢાણીયાને કારોબારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યાં છે. આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો અને ભાજપના કાર્યકરો તેમજ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની હાજરીમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપની સૂચના મુજબ શાંતાબેન ખટારીયાની જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં જ ભાજપના કાર્યકરો વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતમાં તેમની સાથે ચૂંટાયેલા સભ્યોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને પંચાયત પ્રમુખ બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

શાંતાબેનનો અનુભવ અને પક્ષ સાથેની વફાદારીને અગ્રીમતા આપી ફરી વરણી થઈ

આ પણ વાંચોઃ કડોદરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

શાંતાબેન ખટારીયા બીજી વખત જિલ્લા પંચાયતના પ્રમુખ પદે થયાં આરૂઢ

શાંતાબેન ખટારીયા અગાઉ પણ વર્ષ 2014માં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા નિવૃત્ત થયાં હતાં. ત્યારબાદ વર્ષ 2015માં જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યાં ન હતાં અને જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું પ્રચંડ બહુમતી સાથેનું શાસન આવ્યું હતું. ત્યારે પાંચ વર્ષ બાદ વર્ષ 2021માં જિલ્લા પંચાયતની થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને બહુમતી મળી છે. જેમાં વંથલી તાલુકાની કણઝા બેઠક પરથી શાંતાબેન ખટારિયા ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યાં છે. ત્યારે તેમનો અનુભવ અને પક્ષ સાથેની વફાદારીને અગ્રીમતા આપીને આજે 5 વર્ષ બાદ બીજી વખત જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.