ETV Bharat / state

કોઈપણ શાળામાં પ્રવેશ મેળવવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત - જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગની સ્પષ્ટતા - Junagadh news

ગુરુવારના રોજ કેટલાક માધ્યમોમાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા, કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( school leaving Certificate ) વગર પણ જૂનાગઢની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે, તેવા અહેવાલ બાદ ETV BHARAT દ્વારા જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગનો સંપર્ક કરતા સમગ્ર મામલે એડમિશન પ્રક્રિયા શાળા છોડયાના પ્રમાણપત્ર સાથે જ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે તેવી સ્પષ્ટતા જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ ( Junagadh District Education Department )ના ઉચ્ચ અધિકારીઓએ કરી છે.

જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ
જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ
author img

By

Published : Jul 1, 2021, 5:45 PM IST

Updated : Jul 1, 2021, 6:19 PM IST

  • કેટલાક માધ્યમોમાં શાળા છોડયાના પ્રમાણપત્ર વગર પ્રવેશ અપાશે તેને લઇને શિક્ષણાધિકારીએ કરી સ્પષ્ટતા
  • એડમિશન મેળવવા માગતા પ્રત્યેક વિદ્યાર્થીએ શાળા છોડવાનું પ્રમાણપત્ર આપવું પડશે
  • સરકારની કેટલીક જોગવાઈ અને શિક્ષણ મેળવવાના અધિકાર પૂરતું ખાસ કિસ્સામાં લેવાય છે માનવતાવાદી નિર્ણય

જૂનાગઢ : ગુરૂવારના રોજ કેટલાક માધ્યમોમાં શાળામાં નવા પ્રવેશ મેળવવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( school leaving Certificate ) વગર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર મામલાને અંગે ETV BHARAT દ્વારા જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ( Junagadh District Education Officer )નો અભિપ્રાય મેળવ્યો હતો.

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત

જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ( Junagadh District Education Officer ) આર. એસ. ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઈ વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે, પરંતુ ખાસ કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા જે જોગવાઈ કરી છે, તે મુજબ વિદ્યાર્થીને પ્રવેશ આપી દેવામાં આવે છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( school leaving Certificate ) સમય રહેતા રજૂ કરવાનું પણ ચોક્કસ જણાવવામાં આવે છે.

કોઈપણ શાળામાં પ્રવેશ મેળવવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત - જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

શિક્ષણ મેળવવાના અધિકાર અન્વયે બાળકોને આપવામાં આવી રહ્યા છે શાળાઓમાં પ્રવેશ

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત શિક્ષણને અનુલક્ષીને રજૂ કરવામાં આવેલા ફરજિયાત શિક્ષણ મેળવવાના કાયદા અનુસાર પ્રત્યેક વિદ્યાર્થીને શાળાઓમા વિદ્યાર્થીઓની સંખ્યાની મર્યાદામાં પ્રત્યેક શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ કે જે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા માગતા હશે. તેમને જન્મના આધાર રજૂ કરીને સીધો પ્રવેશ મળી શકે છે. કેટલાક બાળકો સ્થળાંતરિત થતા હોય છે, તેવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેમને હંગામી ધોરણે શાળામાં એડમિશન આપવામાં આવે છે.

સમય મર્યાદામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત

આ તમામ બાળકોએ માઇગ્રન્ટ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. આ વ્યવસ્થા કોઈપણ બાળકનું શિક્ષણ ન બગડે તે માટે ટેક્નિકલ રીતે ઉભી કરવામાં આવી છે. કોઈપણ બાળકને જો શાળામાં પ્રવેશ મેળવવો હશે. તેમને યોગ્ય સમયે અને સમય મર્યાદામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( school leaving Certificate ) રજૂ કરવું ફરજિયાત છે. જે મુજબ પ્રત્યેક બાળકને શાળામાં પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 1, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.