ETV Bharat / state

Junagadh Crime: મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરી ગઠીયો ફરાર, સીસીટીવીમાં થયા કેદ - માંગરોળ પોલીસ

માંગરોળમાં મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરીને ગઠીયો ફરાર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષક દિનેશ કરમટા એ ચીલ ઝડપની આ બંને ઘટનાના સીસીટીવી માધ્યમોને આપ્યા છે. આ કેસમાં પોલીસે જુદી જુદી ટુકડીઓ તૈયાર કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

માંગરોળમાં મોબાઈલ અને સોનાના ચેન ની ચિલ ઝડપ કરીને ગઠીયો ફરાર દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ

author img

By

Published : Feb 23, 2023, 11:42 AM IST

જુનાગઢ: જિલ્લાના માંગરોળ શહેરમાં પાછલા બે દિવસ દરમિયાન લગ્ન પ્રસંગે આવેલી બે મહિલા ચીલ ઝડપનો ભોગ બની છે. ગઈકાલે એક મહિલાનું પર્સ મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરાઈ હતી. ત્યારે સેરીયાજ ગામમાં લગ્નમાં આવેલી મહિલાના પર્સની ચિલ ઝડપ કરાઈ છે. સમગ્ર મામલાને લઈને માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષકે સીસીટીવી જાહેર કર્યા છે. મહિલાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.

માંગરોળમાં મોબાઈલ અને સોનાના ચેન ની ચિલ ઝડપ કરીને ગઠીયો ફરાર દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ

માંગરોળ શહેરમાં ચિલ ઝડપ: જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાઓને ચીલ ઝડપનો શિકાર બનાવતી સમડી ગેંગ સક્રિય થઈ હોવાના સીસીટીવી વાયરલ થયા છે. ગઈકાલે માંગરોળ શહેરમાં બાઇક પર જઈ રહેલી એક મહિલાના પર્સ અને સોનાના ચેન ની ચિલ ઝડપ કરીને બાઈક પર આવેલો ગઠીયો ફરાર થઈ ગયો હતો. તો આજે બીજા દિવસે સેરીયાજ ગામમાં લગ્ન પ્રસંગે ગામમાં આવેલ મહિલાના હાથમાંથી પર્સ ઝુટવીને શંકાસ્પદ ગઠીયો ફરાર થઈ ગયો હતો. બે દિવસમાં ચિલ ઝડપની બે ઘટનાને લઈને માંગરોળ પોલીસ પર ચોકી ગઈ છે. સમગ્ર મામલા ને લઈને સીસીટીવી એકત્ર કરી ચિલ ઝડપ કરનાર શંકાસ્પદ સમડીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો Junagadh Drug Case: વધુ એક વખત ડ્રગ માફિયાની ધરપકડ, સપ્લાયર અંગે સસ્પેન્સ

રજૂ કર્યા સીસીટીવી: માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષક દિનેશ કરમટા એ ચીલ ઝડપની આ બંને ઘટનાના સીસીટીવી માધ્યમોને આપ્યા છે. સમગ્ર મામલામાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ માટેના કોઈ પણ પુરાવા મળે તો માંગરોળ પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે. હાલ તો માંગરોળ પોલીસ બંને મહિલાની ફરિયાદને આધારે ચિલ ઝડપ કરનાર સમડી ગેંગના યુવાનોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો Junagadh Crime: જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોરને ઝડપાયા

પોલીસ તપાસ: હાલ લગ્ન પ્રસંગ નો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મહિલાઓ વિશેષ પ્રમાણમાં લગ્ન અને સામાજિક કાર્યોમાં જોડાતી હોય છે. જેની તકનો લાભ લઈને પર્શ ચોરી અને ચીલ ઝડપ કરતાં કેટલાક ગઠિયાઓ સક્રિય બન્યા છે. જેને લઈને માંગરોળ પોલીસ પણ સતર્ક બની છે. અને સીસીટીવી માં દેખાઈ રહેલા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. વર્તમાન સમયે પોલીસ ને કોઈ પ્રાથમિક પુરાવાઓ મળ્યા નથી. પરંતુ જે રીતે યુવાનો બાઇકમાં જઈ રહ્યા છે. તેને લઈને તેની શોધખોળ શરૂ કરી છે. આગામી દિવસોમાં પોલીસ આ ગઢીયા સુધી પહોંચે તે દિશામાં પણ માંગરોળ પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.