પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાંથી 40 કરતાં વધુ ચોરીની કબૂલાત કરી છે.છેલ્લા છ વર્ષથી ચાર અલગ-અલગ ગુન્હાઓમાં ફરાર આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધ્યું હતું. જેને લઈને પોલીસ પણ ચિંતામાં મુકાઈ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ જણાતા પાંચ લોકોને પકડી અને આગવી પૂછપરછ કરતા પકડાયેલા યુવકો છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં ચોરીને અંજામ આપનાર આરોપીઓએ કબુલાત કરી હતી.
જૂનાગઢમાં ૪૦ કરતાં વધુ ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં લાખોના મુદ્દામાલની ચોરી થઈ હતી. પકડાયેલા આરોપી પાસે પાંચ હજાર રોકડ અને બે મોટર સાયકલ કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી ને ચોરી કરાયેલા મુદ્દામાલ ક્યાં અને કઈ રીતે તેનો નિકાલ કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.પકડાયેલા આરોપી ચોરીમાં મળતા મોબાઇલને બજારમાં વહેંચતા હતા. તો ચોરીમાં મળેલા કીંમતી દાગીનાને રાજકોટ વહેંચી અને રોકડી કરતા હોવાનો ખુલાસો થયો હતો. ટોળકીના સભ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં દિવસ દરમિયાન ચોરી માટેના ટાર્ગેટ નક્કી કરતા હતા. સમય મળે ત્યારે નક્કી કરેલા ટાર્ગેટ પર ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પોલીસે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.