જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ હવે ખેડૂતોની વહારે આવી છે. છેલ્લા એક મહિનાથી જૂનાગઢ જિલ્લામાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના ઘણાગામોમાં હજુ પણ ખેતરમાં પાણી ભરાયેલા છે. જેને કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. ખાસ કરીને મગફળીનો પાક આ વિસ્તારના કેટલાક ગામોમાં નિષ્ફળ પણ ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
આજે વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાની હાજરીમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહિત ખેડૂતોએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું નુકસાન તેમજ બગડી ગયેલા પાકોનો સરકાર દ્વારા તાકીદે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને આ પાકનો નુકસાન બદલ વળતર ચુકવાઈ તેવી માગ કરી હતી.