રવિવારના રોજ માળીયા હાટીના તાલુકામાં આવેલ મેઘલ નદી ઉપર આવેલ ભખરવડ ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમ ઉપથી પાણી વહી રહયું છે. ત્યારે ડેમની નીચાણવાળા વિસ્તારોના આવેલા ગામડાઓ ગડુ, જાનડી અને ઘુમટી સહીતના 15 ગામોને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં લોકોને અવર જવર નહીં કરવા સુચના આપવામાં આવી છે.
જિલ્લામાં હજુ પણ અવિરત વરસાદ શરૂ છે, ત્યારે આ ડેમમાં પાણીની આવક શરૂ છે. જેથી હજુ જો આ ડેમ ભયજનક સપાટીએ પહોચશે તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓને હાઇ એલર્ટ કરાશે તેમ જાણવા મળી રહ્યું છે.