ETV Bharat / state

Bahauddin College: બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય, સાહિત્યના હિરલા આપનાર કોલેજનો 123 વર્ષ જૂનો ઇતિહાસ - Bahauddin Science College

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના આજે 123 વર્ષ પૂર્ણ થયા છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે બહાઉદ્દીન કોલેજની ઇમારતને હેરિટેજમાં સામેલ કરીને તેના મહત્વને વધુ પ્રાધાન્ય આપ્યું છે. જાણો 123 વર્ષ પૂર્ણ કોલેજનો ઇતિહાસ.

બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય
બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 1:38 PM IST

બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય

જૂનાગઢ: આવેલી ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન બહાઉદ્દીન વિનયન કોલેજ આજે તેની સ્થાપના ના 123 વર્ષ પૂરા કરી રહી છે. વર્ષ 1900 ની તારીખ 3 નવેમ્બરના દિવસે તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન દ્વારા કોલેજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને આ કોલેજ અત્યાર સુધીના જૂનાગઢના ઇતિહાસની ઐતિહાસિક ધરોહર ને સમાવીને આજે પણ વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રહી છે.

બહાઉદ્દીન કોલેજ પૂરા કર્યા 123 વર્ષ: આજે જૂનાગઢ કોલેજ સ્થાપના ને 123 વર્ષ પૂરા કરે છે. વર્ષ 1900ની ત્રીજી નવેમ્બરના દિવસે આ કોલેજ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. બહાઉદ્દીન કોલેજના પરિસરમાં 52 દરવાજા સાથેના સેન્ટ્રલ હોલ આજે પણ અલભ્ય માનવામાં આવે છે. જે સમયે કોલેજ નું નિર્માણ કાર્ય થયું હતું. ત્યારે આ સેન્ટ્રલ હોલ એશિયાનો સર્વ શ્રેષ્ઠ હોલ તરીકે પણ ગણના પાત્ર બન્યો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકારે બહાઉદ્દીન કોલેજની ઇમારતને હેરિટેજમાં સામેલ કરીને તેના મહત્વને વધુ પ્રાધાન્ય આપ્યું છે. શિક્ષણની સાથે સ્થાપત્યના બે નમૂના ઉદાહરણ સમાન બહાઉદ્દીન કોલેજ આજે પણ શિક્ષણની જ્યોત જગાવી રહી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ પોતાનો કારકિર્દી લક્ષી શિક્ષણ મેળવીને સમાજ જીવનમાં સ્થાપિત થઈ રહ્યા છે.

બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય
બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય

મેઘાણી ધૂમકેતુએ કર્યો અભ્યાસ: જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુ નામના બે પ્રખર સાહિત્યકારોએ અભ્યાસ કર્યો છે. આવી કોલેજમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ મેળવીને અભ્યાસ કરવા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ એહસાસ મેળવતો હોય છે. રામાયણી કથાકાર મોરારીબાપુએ એક સમયે બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તેમને પ્રવેશ મળ્યો ન હતો. જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઈની જૂનાગઢમાં કાયમી યાદગીરી રહે તે માટે સૌરાષ્ટ્રના રાજાઓ પ્રજાજનો અને બહાઉદ્દીન ભાઈના મિત્રો અને પ્રશંસકોએ જેતે સમયે 60418 રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેમાંથી આ ભવ્ય ઈમારતનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં બહાઉદ્દીન ભાઈએ પોતે 20,000 ઉમેરીને જૂનાગઢમાં તેમનું નામ કાયમ રહે તે માટે કોઈ સ્મારક બનાવવાની વાત કરી હતી. જે તે સમયે જુનાગઢ રાજ્ય બહાઉદ્દીન કોલેજના નિર્માણમાં ઘટતા પૈસા ઉમેરવાની તૈયારી બતાવી અને રાજ્યના ખર્ચ કોલેજ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું

બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય
બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય

કોલેજમાં પ્રથમ શિક્ષણ કાર્ય: બહાઉદ્દીન કોલેજ ભવનનું ઉદધાટન થયા બાદ કોલેજમાં વાસ્તવિક રીતે શિક્ષણ કાર્ય 04 જાન્યુઆરી 1902 ના રોજ હાજરી પત્રક પરના 97 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષના અંતે કોલેજે 11 વિદ્યાર્થીઓને બી.એ ની પરીક્ષા આપવા માટે મોકલ્યા હતા કોલેજે 1904 માં સૌ પ્રથમ ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ તરીકે જનાર્દન સાઠે પ્રથમ સ્નાતક બન્યા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ કે જે મુસ્લિમ ધર્મ અનુસરતા હતા તે તમામ પાકિસ્તાન જતા રહ્યા હતા. 1948માં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી હદ સુધી ઘટી ગઈ કે કેટલાક સમય સુધી કોલેજે અસ્તિત્વ જાળવી રાખવા માટે સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. વર્ષ 1953માં બાઉદીન કોલેજ જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા તરીકે બંધ કરવાની ફરજ પડી હતી. કોલેજના આ ભવનનો ઉપયોગ સરકારી વહીવટ માટે કરવાનું નક્કી થયું.

બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય
બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય

મિસ્ત્રી કામ કરનાર નિરીક્ષણ: 52 દરવાજા સાથેનો બહાઉદ્દીન કોલેજનું સેન્ટ્રલ હોલ કે જેને જોઈને લોર્ડ કર્ઝન પણ ખૂબ પ્રભાવિત થયા હતા. આ સેન્ટ્રલ હોલનું છાપરું બનાવનાર જેઠા ભગા નામના નિરક્ષર મિસ્ત્રી હતા બહાઉદ્દીન કોલેજ જૂનાગઢની મુક્તિ માટે પણ મહત્વનું સ્મારક બની રહી છે. જ્યારે નવાબે જૂનાગઢમાં જોડાણ પાકિસ્તાન સાથે કર્યું ત્યારે જૂનાગઢને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવા માટે સરદાર પટેલ બહાઉદ્દીન કોલેજ ના પટાંગણમાં જાહેર સભા કરીને જૂનાગઢની મુક્તિ માટેના આંદોલનની ચળવળ પણ શરૂ કરી હતી.

  1. Junagadh News : જૂનાગઢમાં જમીન રીસર્વેને લઈને રજૂઆત કરવા ગયેલા ખેડૂતોએ અધિકારીની ખાલી ખુરશીને આવેદનપત્ર આપ્યું
  2. Junagadh News: તેલીયા રાજાઓનું ષડયંત્ર, મગફળીની આવક શરુ થતા જ સીંગતેલમાં ભાવ ઘટાડાને લીધે ખેડૂતોને નુકસાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.