ETV Bharat / state

Ayurvedic treatment: સીઝનલ ફ્લૂથી બચવા આયુર્વેદિક કન્સલ્ટન્ટે બતાવ્યો ઉપાય, ઘરમાં જ મળી રહેશે બધી ઔષધીઓ - જૂનાગઢમાં સીઝનલ ફ્લૂના કેસ

અત્યારે બેવડી ઋતુના કારણે સિઝનલ ફ્લૂ અને શરદી ઉધરસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેવામાં જૂનાગઢના આયુર્વેદિક કન્સલ્ટન્ટે આનાથી બચવા ઉપાયો જણાવ્યા હતા.

Ayurvedic treatment: સીઝનલ ફ્લૂથી બચવા આયુર્વેદિક કન્સલ્ટન્ટે બતાવ્યો ઉપાય, ઘરમાં જ મળી રહેશે બધી ઔષધીઓ

author img

By

Published : Mar 10, 2023, 3:15 PM IST

રસોડાના ઔષધોથી થશે ઉપચાર

જૂનાગઢઃ હાલ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. સાથે જ સીઝનલ ફ્લૂ અને શરદી ઉધરસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અત્યારે પ્રત્યેક ઘરમાં સિઝનલ ફ્લૂનો એક કેસ આજે પણ જોવા મળે છે. ત્યારે પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ અનુસાર, રસોડામાં હાજર ચીજવસ્તુઓથી બનાવવામાં આવેલો ઉકાળો સિઝનલ ફ્લૂ શરદી અને ઉધરસ સામે અસરકારક અને અક્સિર પૂરવાર થયો છે. આ અંગે જૂનાગઢના આયુર્વેદિક કન્સલ્ટન્ટે વિવિધ ઉપાયો જણાવ્યા હતા.

આ પણ વાંચોઃ Summer Health Tips : ઉનાળામાં રસ વાળા ફળો આરોગવાથી બિમારી રહે છે દૂર

સીઝનલ ફ્લૂનો હાથવગો ઉપચારઃ વર્તમાન સમયમાં શિયાળાની વિદાય અને ઉનાળાના પગરવની વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી ને રાત્રે ઠંડીની સાથે ઠાર સિઝનલ ફ્લૂ જોવા મળે છે સાથે જ શરદી અને ઉધરસનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ત્યારે આવી બેવડી ઋતુમાં શરદી ઉધરસ અને સિઝનલ ફ્લૂને દૂર રાખવાના તમામ હાથવગા અને અક્સિર ઉપચાર આપણા રસોડામાં આજે પણ જોવા મળે છે. પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ અનુસાર, રસોડામાં હાજર ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને શરદી અને ઉધરસ સામે પ્રત્યેક વ્યક્તિ રક્ષણ મેળવી શકે છે

રસોડામાં ઉપલબ્ધ છે ઔષધીઓ
રસોડામાં ઉપલબ્ધ છે ઔષધીઓ

રસોડાના ઔષધોથી થશે ઉપચારઃ રસોડાને ઔષધનો ખજાનો પણ માનવામાં આવે છે. ત્યારે બેવડી ઋતુમાં શરદી ઉધરસની સાથે સિઝનલ ફ્લૂ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઔષધીઓ રસોડામાં જોવા મળે છે. કાળા મરી, આદૂ, હળદર, અજમા, સુવાદાણા, તુલસી, તજ, લવિંગ, ફૂદીનો, ગોળ, મધ, અરડૂસીના પાન, લીંબુ સહિતના રસોડામાં હરહંમેશ હાજર હોય છે. આ ઔષધીઓનો ઉકાળો ખાસ કરીને બેવડી ઋતુ દરમિયાન સિઝનલ ફ્લૂની સાથે ઉધરસ અને શરદી સામે અક્સિર સાબિત થયા છે. હળદરને ઉત્તમ એન્ટિબાયોટિક માનવામાં આવે છે. જે કફ અને ઉધરસને રોકવા પણ અક્સિર મનાય છે.

આ પણ વાંચોઃ Corona Cases: અમદાવાદીઓ સાવધાન, કોરોનાના કેસમાં ફરી ઉછાળો

આયુર્વેદિક ઉકાળો બનાવવાની પદ્ધતિઃ આયુર્વેદિક ઉકાળો બનાવવા 2 ગ્લાસ એટલે કે, 400 એમએલ પાણી લઈને તેમાં અજમા, અરડૂસી, આદૂ, હળદર, કાળામરી, તુલસી, ગોળ, તજ, લવિંગ સુવાદાણા અને ફુદીનો ઉંમેરીને તેને સતત હળવા તાપ પર પાણીનો જથ્થો એક ચતુર્થાંશ રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ઠંડુ કરી તેમાં સ્વાદ અનુસાર લીંબુ અને મીઠું ઉમેરીને દિવસના 3 વખત સવાર, બપોર અને સાંજે લેવામાં આવે તો શરદી-ઉધરસ અને ફ્લૂથી ગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ તેમાંથી છૂટકારો મેળવી શકે છે. જો કોઈ પણ વ્યક્તિને બેવડી ઋતુમાં શરદી ઉધરસ કે ફ્લૂ ન થયા હોય તેવા લોકો પણ આ ઉકાળાનો નિત્યક્રમે ઉપયોગ કરીને બેવડી ઋતુમાં ફ્લૂ, શરદી અને ઉધરસથી બચી શકે છે. તેમ જ રસોડાનો આ રામબાણ ઈલાજ આજે પ્રત્યેક ઘરમાં જોવા મળે છે, જેનો ઉપયોગ કરીને પ્રત્યેક વ્યક્તિ સિઝનલ શરદીથી છૂટકારો મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.