જૂનાગઢઃ ઉનાળાની આકરી ગરમીના દિવસોને લઈને જૂનાગઢમાં અનોખો સેવાયજ્ઞ પશુઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. આવો શ્રેષ્ઠ વિચાર આવ્યો છે. પ્રકૃતિપ્રેમી પરષોત્તમભાઈ પોશિયાને આ વિચાર આવ્યો છે. પશુ પક્ષીઓને પીવાનું પાણી અને ખોરાકની કોઈ મુશ્કેલી ન પડે તે માટે આશીર્વાદ રુપ યજ્ઞ શરૂ થયો છે. ઉનાળાની સીઝન દરમિયાન કુદરતી રીતે પશુ પક્ષી અને પ્રાણીઓને જે ખોરાક અને પાણીની વ્યવસ્થા હોય છે. તેમાં ખૂબ મોટો ઘટાડો આવતો હોય છે. અન્ન અને પાણીનું શ્રેષ્ઠ દાન કરીને ખરા અર્થમાં તેઓ પશુસેવા કરી રહ્યા છે. પોતાના આ યજ્ઞ વિશે દિલ ખોલીને વાત કરતા પુરૂષોત્તમભાઈ ઘણી વાત કરી.
પાછલા 20 વર્ષથી પશુ પક્ષીઓને ચણ પાણી અને ખોરાક માટેની સેવા કરી રહ્યો છું. સનાતન ધર્મમાં પણ જળ અને ભોજન પ્રસાદની સેવાને સર્વોત્તમ માનવામાં આવી છે. પાણી જેવું કોઈ પુણ્ય નહીં. અન્ન જેવું કોઈ દાન નહીં. ઉનાળાના દિવસો દરમિયાન ખાસ કરીને પક્ષીઓને પીવાનું પાણી અને ચણ મેળવવા ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે. કુદરતી પાણીના તમામ સોર્સ ખૂટી ગયેલા જોવા મળતા હોય છે. ખેતરમાં પણ પક્ષીઓ ચણી શકે તેવા અનાજનું વાવેતર પણ હોતું નથી. આવા સમયે તેમને ચણ અને પાણી તેમનાથી બનતા પ્રયાસો થી પૂર્ણ કરીને તેઓ ઉનાળામાં પક્ષીઓને ઓછી તકલીફ પડે તે માટે સેવા યજ્ઞ ચાલે છે.---પરષોત્તમભાઈ પોશિયા
યુવાનની અનોખી સેવાઃ પરષોત્તમ ભાઈ ગીરનારની જૂની સીડી વિસ્તારમાં જઈને સેવા કરે છે. જ્યાં ભાગ્યે જ કોઈ જોવા મળે છે. આ વિસ્તારને ભરતવન અને શેસાવનથી પણ ઓળખવામાં આવે છે. ખૂબ નિર્જન વિસ્તાર હોવાને કારણે પશુઓ સિવાય કોઈ આવતું નથી. જોકે, ગીરનારની અત્યારે જે સીડી ઉપયોગમાં લેવાઈ રહી છે ત્યાં આ પરષોત્તમભાઈ સિવાઈ પણ અનેક એવા પશુ પ્રેમીઓ પાણી અને ખોરાક આપવા માટે આવતા હોય છે. ખાસ કરીને વહેલી સવારે આવા લોકોનું એક મોટું ગ્રૂપ ઉમટી પડે છે.