ETV Bharat / state

Jamnagar Murder Case: મહિલાની છેડતી મામલે એના સસરાની હત્યા, પતિ ગંભીર

સૌરાષ્ટ્રનાં છેવાડાના જામનગર જિલ્લામાંથી હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રામ્ય વિસ્તાર એવા ફલ્લા ગામમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કામ કરતા કર્મચારીએ સાથી મહિલા કર્મચારીના સસરાનું ઢીમ ઢાળી દીધું હતું. આરોપી ધવલ પટેલ એ સાથી મહિલા કર્મચારીની છેડતી કરી હતી. મહિલાના સસરાએ ધવલનો ઉધડો લેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. પછી છરીથી હુમલો કરી દીધો હતો. જેના કારણે એમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બેંકના કર્મચારી તથા આરોપી ધવલ પટેલને પકડી પાડવા માટે જામનગર પોલીસે ટીમ તૈયાર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Jamnagar Murder Case: મહિલાની છેડતી મામલે એના સસરાની હત્યા, પતિ ગંભીર
Jamnagar Murder Case: મહિલાની છેડતી મામલે એના સસરાની હત્યા, પતિ ગંભીર
author img

By

Published : May 3, 2023, 10:27 AM IST

જામનગર/ ફલ્લા: જામનગરના ગ્રામ્ય વિસ્તાર ફલ્લામાંથી હત્યાનો મોટો કેસ સામે આવ્યો છે. જેમાં બેંકમાં સાથે કામ કરતા મહિલા કર્મચારીની છેડતીના મામલે સાથી કર્મચારીએ મહિલાના પતિ અને સસરા પર હુમલો કર્યો હતો. જેમાં સસરાની હત્યા નીપજાવી હોવાનું પોલીસ વિગતમાંથી જાણવા મળ્યું છે. જ્યારે મહિલાના પતિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મહિલાના પતિની જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે. આરોપી ધવલ જ્યારે મહિલાના સસરા પર હુમલો કર્યો ત્યારે મહિલાનો પતિ એમને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેના કારણે એમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપી ધવલ પટેલ મહિલાની છેડતી કરી હતી. જે મામલે સસરાએ ઠપકો દેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આરોપીને પકડી પાડવા યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. આરોપી ધવલને પકડવા માટે પોલીસે ટીમ તૈયાર કરી જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો Jamnagar News : માલિક કંટાળીને નગારા સાથે સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમે લઈ ગયા

મહિલાની છેડતી: ફ્લાલા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં મહિલા કર્મચારી સાથે બેંકમાં નોકરી કરતા ધવલ પટેલ નામના ઇસમે છરી વડે હુમલો કર્યો છે. બેન્ક કર્મચારી મહિલા કર્મચારીના સસરાનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું. જ્યારે મહિલાના પતિ મિલનભાઈની હાલત ગંભીર છે. તેને સારવાર તે જામનગર ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મિલન વચ્ચે બચાવવા જતાં તેમને પણ શરીર પર ઘા વાગ્યા છે. જેને સારવાર માટે 108 ની મદદથી જામનગર લવાયા છે.

બેંકની સામે જ મોત: ઘટનાની જાણ થતા પોલીસન કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. આરોપી ધવલ પટેલને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર હુમલામાં ઘવાયેલા લોકોને સારવાર છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતક ગોવિંદભાઈ ઘેડીયાનું પંચનામું કર્યું છે. મૃતદેહને પોસ્મોટમ માટે જામનગરની ગુરગોવિદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી વિગત અનુસાર મિલનભાઈ પટેલની ધર્મ પત્ની ખુલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરતા હતા. તેની સાથે ધવલ પટેલ પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરતા હતા. ધવલ પટેલ મહિલાની છેડતી કરી હતી. જે બાબતે પુત્રવધુના સસરાએ ધવલ પટેલને ઠપકો આપ્યો હતો. જે બાદ ધવલ પટેલ સસરા પર છરી વડે હુમલો કર્યો હતો અને સસરાનું ઘટના સ્થળે જ એટલે કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો Jamnagar news: જામનગર એરપોર્ટ પર પહોંચી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ, દ્વારકાધીશના કરશે દર્શન

ચક્રો ગતિમાન કર્યા: પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પીએમ માટે ખસેડી છે અને આરોપીને દબોચી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં આજરોજ રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય આવ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટેના વિવિધ સૂચનો પણ તેમણે કર્યો હતા. જોકે તેમના ગયા બાદ જ જામનગર ફલા ગામમાં ખૂની ખેલ ખેલાયો છે. જો કે મળતી વિગતો અનુસાર આરોપી ધવલ પટેલને અનેક વખત સમજાવવા છતાં પણ આરોપી ધવલ પટેલ મહિલાની વારંવાર મશ્કરી કરતો હતો. જેના કારણે પરિવારજનોએ ધવલ પટેલને ઠપકો પણ આપ્યો હતો. જોકે ધવલ પટેલ કોઈ વાત ન સમજતા આખરે સમગ્ર મામલે ઉગ્ર ડખો થયો હતો. જેમાં એક આધેડનું મોત નીપજ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.