ETV Bharat / state

International Museum Day: જૂનાગઢ મ્યુઝિયમ જે પ્રાગના ઐતિહાસિક નવાબોના વારસાને શણગારે છે - museum at Junagadh

આજે વિશ્વ સંગ્રહાલય દિવસ મનાવવામાં(International Museum Day 2022)આવી રહ્યો છે. જૂનાગઢમાં આવેલા સંગ્રહાલયમાં જૂનાગઢના નવાબની સાથે દેશી રાજા રજવાડાઓના પ્રાગ ઐતિહાસિક ઇતિહાસને સમેટીને બેઠું છે. સંગ્રહાલયની મુલાકાત લેતા પ્રત્યેક પ્રવાસીઓ જૂનાગઢના નવાબી શાસનની સાથે સમગ્ર સોરઠ પંથકના રાજા રજવાડાઓનો ઇતિહાસ આજે વર્ષો પછી નિહાળીને રોમાંચકારી અનુભવ મેળવી રહ્યા છે.

International Museum Day: જૂનાગઢ મ્યુઝિયમ જે પ્રાગના ઐતિહાસિક નવાબોના વારસાને શણગારે છે

author img

By

Published : May 18, 2022, 4:03 AM IST

જૂનાગઢઃ આજે વિશ્વ સંગ્રહાલય દિવસ મનાવવામાં(International Museum Day 2022) આવી રહ્યો છે. જૂનાગઢમાં આવેલું સૌથી જૂનું સંગ્રહાલય જૂનાગઢના નવાબની સાથે અનેક દેશી રાજા રજવાડાઓના ઇતિહાસને સાચવીને આજે 100 વર્ષ કરતાં પણ વધુ જૂની પ્રાગ ઐતિહાસિક ચીજવસ્તુઓને પ્રવાસીઓ સમક્ષ મૂકી રહ્યું છે. જૂનાગઢમાં આવેલું સંગ્રહાલય જૂનાગઢના(Junagadh Museum) નવાબની સાથે અનેક દેશી રાજા રજવાડાઓના પ્રાગ ઐતિહાસિક ઇતિહાસને સમેટીને બેઠું છે. સંગ્રહાલયની મુલાકાત લેતા પ્રત્યેક પ્રવાસીઓ જૂનાગઢના નવાબી શાસનની સાથે સમગ્ર સોરઠ પંથકના રાજા રજવાડાઓનો જાજરમાન ઇતિહાસ આજે વર્ષો પછી નજર સમક્ષ નિહાળીને રોમાંચકારી અનુભવ મેળવી રહ્યા છે.

વિશ્વ સંગ્રહાલય દિવસ

આ પણ વાંચોઃ Wild Animal Cage in junagadh : આ એવું પાંજરુ છે જે પોતાનો ખાસ વારસો ધરાવે છે

સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં સફળ - જૂનાગઢના સંગ્રહાલય(museum at Junagadh)સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ હોવાનું પણ મનાય છે. અહીં જૂનાગઢના તમામ નવાબોની સાથે દેશી રાજા રજવાડાઓના ઈતિહાસીક ચીજવસ્તુઓને ખૂબ જ બારીકાઈથી અને તેના પ્રાગ ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેની દેખભાળ કરવામાં આવે છે અને તેને કારણે જ વર્ષો પછી પણ તમામ ઐતિહાસિક ચીજ-વસ્તુઓ તેનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં સફળ રહ્યા છે. જેને નજર સમક્ષ નિહાળીને પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ જાય છે.

વિશ્વ સંગ્રહાલય દિવસ
વિશ્વ સંગ્રહાલય દિવસ

આ પણ વાંચોઃ ચાર હજાર દાંતોનું અનોખું દંત સંગ્રહાલય, જાણો વિશેષતા

222 રજવાડા પૈકી જૂનાગઢ સૌથી મોટું રજવાડું - આ સંગ્રહાલયમાં 10 અલગ અલગ ગેલેરીઓમાં નવાબથી લઈને દેશી રાજા રજવાડાઓનો ઈતિહાસીક વારસો જોવા મળે છે. નવાબનો દરબાર હોલ કે જેમાં ચાંદીથી મઢેલાં ખુરશી અને આસન આજે પણ જાજરમાન દેખાઈ રહ્યા છે તો જૂનાગઢ સહિત માંગરોળ, માણાવદરના દિવાન અને વજીરના ચિત્રો પણ આજે જૂનાગઢ મ્યુઝિયમની શોભા વધારી રહ્યા છે. નવી પેઢીના પ્રવાસીઓ જૂનાગઢના નવાબની સાથે રાજા રજવાડાઓના ચિત્રો નજર સમક્ષ નિહાળીને સોરઠના ઇતિહાસને આંખો સમક્ષ ફરી એક વખત સંગ્રહાલયના માધ્યમથી જીવંત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના 222 દેશી રજવાડાઓ પૈકી જૂનાગઢ સૌથી મોટું રજવાડું હતું જેને લઇને આ સંગ્રહાલય આજે ખૂબ મહત્વ ધરાવે છે. અહીં ચાંદી કલાની સાથે ફોટો ગેલેરી જૂના જમાનામાં યુદ્ધ માટે વપરાતા હથિયારો સોના ચાંદીથી તૈયાર થયેલા મુઠ અને મ્યાન તેમજ ખાસ મહત્વનો જૂનાગઢના નવાબ રસુલખાનજીના લગ્ન પ્રસંગનો મંડપ આજે પણ સંગ્રહાલયમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.