- લગ્ન જેવા શુભ પ્રંસગો પણ બેન્ડવાજા વિના બન્યા ખામોશ
- કોરોના સંક્રમણને કારણે સ્થાનિક રોજગારી સામે ખતરો
- બેન્ડવાજાના સંચાલકો અને કલાકારો બની રહયા છે બે રોજગાર
- બેન્ડવાજાના સંચાલકો અને કલાકારો સરકાર સમક્ષ પેકેજની કરી રહ્યા છે માગ
કોરોના સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. જેને કારણે સરકાર દ્વારા નિયંત્રો વધુ આકરા બનાવવામાં આવી રહયા છે જેને કારણે શુભ પ્રંસગોમાં બેન્ડવાજાનું સંચાલન કરતા અને વગાડતા કલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહયા છે. છેલ્લા 8 મહિનાથી મોટા ભાગની ગતિવિધિઓ પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જેને કારણે બેન્ડવાજાના સંચાલકો અને કલાકારોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.
લગ્ન જેવા શુભ પ્રંસગોમાં બેન્ડવાજા નિયંત્રિત કરતા મુશ્કેલીઓ વધી
17મી માર્ચ બાદ કોરોના સંક્રમણને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ મોટા ભાગના ધંધા અને રોજગાર મરણ પથારી પર જોવા મળી રહયા હતા. ત્યારે અનલોક તબક્કામાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક રોજગારી ફરીથી શરુ થશે તેવું ભરોસાનુ વાતાવરણ ઉભું થયું હતું. પરંતુ બીજા તબક્કાના કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં કડક નિયંત્રણો લાદવામાં આવી રહયા છે. જેમાં લગ્ન પ્રસંગોમાં પણ બેન્ડવાજા અને વરઘોડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે બેન્ડવાજાના સંચાલકો અને કલાકરોની રોજગારી સામે ફરીથી ખતરો ઉભો થઇ રહ્યો છે.