ETV Bharat / state

જૂનાગઢમાં સિનિયર સિટીઝન માટે ઝડપી ચાલની સ્પર્ધાનું આયોજન કરાયું - સિનિયર સિટીઝન મંડળ

જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા 60થી લઈ 90 વર્ષના વયોવૃદ્ધ માટે ઝડપી ચાલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 60 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના લોકોનો ઉત્સાહ અને સ્ફુર્તિ નવયુવાનોને શરમાવે તેવા હતા. તેમજ તેઓએ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

Junagadh
Junagadh
author img

By

Published : Mar 21, 2021, 2:20 PM IST

  • જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દર વર્ષે વૃદ્ધ લોકો માટે કરે છે અનેક સ્પર્ધાનું આયોજન
  • સ્પર્ધામાં જૂનાગઢના સિનિયર સિટીઝનો ઉત્સાહભેર લઈ રહ્યા છે ભાગ
  • દર વર્ષે સિનિયર સિટીઝનને પ્રોત્સાહન મળે તે માટે થઈ રહ્યું છે આયોજન
  • સિનિયર સિટીજન મંડળ દ્વારા વયોવૃદ્ધ માટે કરવામાં આવ્યું ઝડપી ચાલની સ્પર્ધાનું આયોજન

જૂનાગઢ: જૂનાગઢના સિનિયર સિટીઝન મંડળ દ્વારા 60 વર્ષથી લઈને 90 વર્ષ સુધીની મહિલા અને પુરુષો માટેની ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના 40 પુરુષો અને 20 જેટલી મહિલાઓએ સ્પર્ધામાં ભાગ લઈને નવયુવાનોને શરમાવે તે પ્રકારે સ્ફૂર્તિ સાથે ઝડપથી ચાલીને 1,2,3 અને 5 કિલોમીટરની એમ અલગ-અલગ ત્રણ વિભાગમાં સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

જૂનાગઢમાં સિનિયર સિટીઝન માટે ઝડપી ચાલની સ્પર્ધાનું આયોજન કરાયું

આ પણ વાંચો: સુરતના કલેકટર કચેરી માટે મતદાન જાગૃતિને લઇ રંગોળી સ્પર્ધા યોજાઈ

જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દર વર્ષે વૃદ્ધ લોકો માટે કરે છે અનેક સ્પર્ધાનું આયોજન

જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા ભવનાથમાં 60 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના સિનિયર સિટીઝન માટે ઝડપી ચાલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને પુરુષ મળીને કુલ 60 જેટલા સ્પર્ધકોએ ઝડપી ચાલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સિનિયર સિટીજન મંડળ દ્વારા મહિલા અને પુરુષો જીવનના અંતિમ વિસામો સમી વયના ભાગમાં કોઈપણ પ્રકારની ઊણપ ન રહે તેમજ વયોવૃદ્ધ મહિલા કે પુરુષ પોતાની જાતને દુર્બળ કે નિર્બળ ન માને તેવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે સિનિયર સિટિઝન માટે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: મહીસાગરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

60થી 90 વર્ષના વયોવૃદ્ધ લોકોએ બતાવી નવ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ

આ સ્પર્ધામાં જે મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેવા તમામ સ્પર્ધકોએ દ્વારા જે પ્રકારે સ્પર્ધા દરમિયાન ઉત્સાહ દેખાડવામાં આવ્યો હતો તે યુવાનોને પણ શરમાવે તેવા હતા. આજના સમયમાં 40 વર્ષ બાદ પ્રત્યેક મહિલા કે પુરુષ ચાલવાથી લઈને દૈનિક કામ કરવા સુધીની અનેક અગવડતાઓ અને તંદુરસ્તીથી વિપરીત પરિસ્થિતિમાં જોવા મળતા હોય છે ત્યારે જીવનના 60થી 90 વર્ષ સુધી પહોંચેલા વયોવૃદ્ધ લોકોએ ઝડપથી ચાલીને સ્પર્ધા પૂર્ણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.