જૂનાગઢ: આજે 9 મો વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં રહેતા વિમળા બહેન વાછાણી છેલ્લાં ૨૫ વર્ષથી યોગની ક્રિયાઓ થકી પોતાની જાતને તંદુરસ્ત અને માનસિક રીતે સ્થિર બનાવી રહ્યા છે વિમળાબહેન ની દેખરેખ નીચે તૈયાર થયેલા 300 કરતાં વધુ યોગ શિક્ષકો આજે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર યોગની તાલીમ સામાન્ય લોકોને આપી રહ્યા છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મળીશું જૂનાગઢના વિમળાબહેન અને તેની પુત્રી માહી વાછાણી ને અને જાણીશું તેમની 25 વર્ષની યોગ સફર વિશે.
વિમળાબેન વાછાણી યોગમાં પારંગત: આજે સમગ્ર વિશ્વમાં 9મો યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2015ની 21મી જૂનના દિવસે પ્રથમ વખત વિશ્વ યોગ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થતી આવી છે. ત્યારે જૂનાગઢમાં રહેતા અને પાછલા 25 વર્ષથી યોગને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવી ચૂકેલા વિમળા બેન વાછાણી આજે પણ યોગ ને લઈને 25 વર્ષ પૂર્વે ની તંદુરસ્તી ધરાવી રહ્યા છે. વિમળાબહેન વાછાણી ની દેખરેખ બાદ તૈયાર થયેલા 300 કરતાં વધુ યોગ શિક્ષકો રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં યોગનું નિદર્શન કરીને યોગ ને પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. વિમળા બહેન વાછાણી નો આ પ્રયત્ન આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રંગ લાવી રહ્યો છે.
પાછલા 25 વર્ષથી યોગ: યોગવિશ્વ યોગ દિવસ નિમિત્તે વિમળાબહેન વાછાણી આજે 40 વર્ષની વયે પણ ખૂબ જ અઘરા અને મુશ્કેલ કહી શકાય તેવા યોગનું નિદર્શન બિલકુલ સહજતાથી કરી રહ્યા છે. 25 વર્ષથી સતત યોગ સાથે જોડાયેલા વિમળાબહેન વાછાણી વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને અપીલ કરી રહ્યા છે કે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી શારીરિક અને માનસિક રીતે ખૂબ સારા લાભ મેળવી શકાય છે. વધુમાં યોગથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાની સાથે પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ લોહીમાં ભળવાથી શરીરમાં નવી તાજગીનો અહેસાસ થાય છે. ત્યારે 9મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિમળાબહેન વાછાણી સૌ કોઈને યોગ અપનાવવા ની અપીલ કરવાની સાથે આજે વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
યોગમાં બની પારંગત: વિમળા બહેન વાછાણીની પુત્રી માહી પણ પાછલા આઠ વર્ષથી યોગમાં સતત મહારત કરતી જોવા મળે છે. વિમળાબેન દ્વારા યોગના અભ્યાસ તેમને ઘરમાંથી જ પ્રાપ્ત થયા છે. માટે તે ખૂબ જ મુશ્કેલ કહી શકાય અને ભલભલા યોગ માસ્ટરોને પણ એક વખત વિચારતા કરી મૂકે તે પ્રકારનો યોગા અભિયાન માહી વાછાણી પણ કરી રહી છે. તે પણ સૌ કોઈને વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરે છે યોગથી માનસિક અને શારીરિક આરોગ્ય ખૂબ જ જળવાય છે સાથે શરીરને તંદુરસ્ત રાખવા માટે પણ યોગ આજના સમયમાં અનિવાર્ય બનતું જોવા મળે છે