- વંથલી પંથકના આંબાવાડીઓમાં ખૂબ મોટું નુકસાન
- વંથલીના મોટાભાગના આંબાવાડી વાવાઝોડાની અસર નીચે જોવા મળ્યા
- કેસર કેરીનો મોટાભાગનો પાક ભારે પવનને વરસાદને કારણે થયો નષ્ટ
જૂનાગઢઃ વાવાઝોડાને પગલે ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં આબાની સાથે કેસર કેરી પણ વાવાઝોડું કહેર બનીને તૂટી પડતાં જૂનાગઢથી લઈને ઉના સુધીના મોટાભાગના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશલીલા આચરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. જેને કારણે કેરીનો તૈયાર પાક વાવાઝોડાની ભેટ ચઢી ગયો અને ખેડૂત અને ઈજારેદારોને ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ કેસર કેરીની ખેતી થઈ રહી છે. આ વાવાઝોડાએ વંથલીની કેસર કેરી પર પણ પોતાની અસર છોડી છે. આ વિસ્તારમાં પણ વાવાઝોડાની અસરને કારણે મોટાભાગની કેરી ખરી પડી છે.
આ પણ વાંચોઃ વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન
વંથલી પંથકની કેરી પાછોતરી ઉત્પાદન આપી રહી હતી તેમાં પણ વાવાઝોડાની અસર
ગીર બાદ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં પણ કેસર કેરીની ખેતી ઘણા વર્ષોથી થઇ રહી છે. વંથલી પંથકની કેસર કેરી પાછતરા કેરીના પાક તરીકે જૂનાગઢ જિલ્લામાં વર્ષોથી ઉત્પાદિત થઈ રહી છે, ત્યારે તૌકતે વાવાઝોડાની વિનાશક અસરો નીચે વંથલી પંથકની કેસર કેરીનો પાક પણ હવે વાવાઝોડાની ભેંટ ચડી ચૂક્યો છે. ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ કરતાં કેરીઓ ખરી પડી હતી તે જ પ્રકારના દ્રશ્યો હવે જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં પણ જોવા મળી રહ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે વંથલી પંથકના આંબાવાડીઓમાં પણ કેરી ભારે પવન અને વરસાદના કારણે ખરી પડી છે. જેની ચિંતા હવે વંથલી પંથકના ખેડૂતોને પણ સતાવી રહી છે.